પાલનપુર ની દીકરી એ US માં લીધો અંતિમ શ્વાસ, વતન આવવા ની ઈચ્છા પૂર્ણ ન થઇ


વાસણા ગામની ભૂમિ ચૌધરી અમેરિકા માં અર્મેનિયા કોલેજ માં મેડિકલ નો અભ્યાસ કરતી હતી. જ્યાં 20 દિવસ પહેલા તેણે ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોતાની અંતિમ ઇચ્છા હતી કે તેને ભારત પાછું આવવું હતું. તેના માતા-પિતાએ તેને ભારત લાવવા માટે પણ ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમને ખાસ પ્લેનથી તેને લાવવાની મંજુરી પણ મળી ગઇ હતી પરંતુ તે પ્લેન જાય તે પહેલા ભૂમિ એ આ દુનિયાને અલવિદા કહી દીધી.


મળતી માહિતી પ્રમાણે પાલનપુર તાલુકાના વાસણા ગામની બે બહેનો ભૂમિ અને સિદ્ધિ ચૌધરી મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. ભૂમિ ચોથા વર્ષમાં હતી અને નાની દીકરી સિદ્ધિ બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

થોડા દિવસ પહેલા ભૂમિની તબીયત ખરાબ થતા તેને ત્યાંથી મેરીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેમની તબિયતમાં સુધારો આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેના હાર્ટ, કિડની અને ફેફસાંને નુકસાન થતાં તબિયત ખરાબ થવા માંડી હતી.


ભૂમિને પરત લાવવા માટે એરલિફ્ટ કરવા પ્રાઇવેટ પ્લેન નક્કી કરવામાં આવ્યું હતું. પરિવારજનોએ કેન્દ્ર સરકાર પાસેથી મંજુરી માંગી હતી આ માટેની મંજૂરી મળી ગઈ હતી. 15 મેના રોજ પ્લેન લેવા માટે જવાનું હતું તે પહેલાં જ મૃત્યુ ના સમાચાર આવી ગયા હતા. ભૂમિ નું મૃત્યુ થતાં તેની અંતિમવિધિ પણ આર્મેનિયામાં કરવામાં આવશે. (તસ્વીર ફેસબુક પરથી)

Post a Comment

0 Comments