હવાઈ મુસાફરી માટે સરકારે બહાર પાડી ગાઇડલાઇન, જાણો 14 દિવસ કોવોરોન્ટાઇન માં રહેવું પડે કે નહિ?


કોરોના મહામાહારી દેશભર માં ચાલી રહી છે. કોરોના નું સંક્રમણ અટકાવવા માટે દેશભર માં લોકડાઉન 31 મેં સુધી વધારી દેવામાં આવ્યું છે. પરંતુ લોકડાઉન 4 માં સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી છે. તે સાથેજ દેશ માં 25મેં ઘરેલુ હવાઈ મુસાફરી શરુ થવાની છે. દેશના બધાજ એરપોર્ટ અને ઘરેલુ એરલાઇન કંપનીઓએ આ અંગે જરૂરી બધી તૈયારી પણ પૂર્ણ કરી લીધી છે.

હવાઈ મુસાફરી માટે ટિકિટ બુકીંગ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. પરંતુ હવાઈ મુસાફરી ને લઈને કેટલાક લોકોના મનમાં એક સવાલ ઉભો થયો છે કે શું હવાઈ યાત્રા કર્યા પછી 14 દિવસ માટે કોવોરોન્ટાઇન રહેવું પડશે કે નહિ?

ત્યારે હવે આ અંગે સ્પષ્ટતા સામે આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ સાફ કહ્યું છે કે હવાઈ મુસાફરી બાદ 14 દિવસ કોવોરોન્ટાઇન થવાની જરૂર નથી. તેમણે કહ્યું કે કોરોનટાઇન મામલાને વ્યવહારિક રીતે સમજવાની જરૂર છે. અમે 14 દિવસ નું ક્વોરોન્ટાઇન નહિ આપી શક્ય. આ વ્યવહારિક નથી. પરંતુ ટેસ્ટમાં કોઈ પોજીટીવ આવે તો હવાઈ યાત્રા કરવાની મંજૂરી નહિ મળે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે કોરોનટાઇન ઝોનમા રહેતા કોઈ પણ વ્યક્તિ ને હવાઈ મુસાફરી માટે ની અનુમતિ નથી. ફ્લાઇટ ના સમય ના 2 કલાક પહેલાજ એરપોર્ટ પર યાત્રીઓએ પહોંચવાનું રહેશે. ઉપરાંત, મુસાફરોના ફોનમાં આરોગ્યસેતુ એપ હોવી જરૂરી રહેશે. આ સિવાય તેનું સ્ટેટ્સ પણ ગ્રીન હોવું જરૂરી છે. માસ્ક પહેરેલા મુસાફરોને જ વિમાનમાં બેસવાની મંજૂરી મળશે. ટેમ્પરેચર પણ કંટ્રોલમાં હશે તો જ મુસાફરી કરી શકાશે.

Post a Comment

0 Comments