ચક્રવાત અંફાન ના 18 મેં સુધી ઓડિશા-બંગાળ સાથે ટકરાવવા ની આશંકા, ઓડિશા એ સ્પેશલ ટ્રેન રોકવાની કરી માંગ


બંગાળની ખાડીમાં ઉઠેલો ચક્રવાતી તુફાન અંફાન આગળના બે દિવસમાં વિકરાળ રૂપ લઈ શકે છે. તેનાથી ઓડીશા અને પશ્ચિમ બંગાળના તટ સાથે ટકરાવાની આશંકા બતાવવામાં આવી રહી છે. એ તુફાન માં ખતરા ને ધ્યાનમાં રાખતા ઓડિશા સરકારે 12 તટીય જિલ્લાને હાઇએલર્ટ મોકલી દીધું છે. સાથે જ કેન્દ્ર સરકાર અને કહ્યું છે કે લોકડાઉન ના કારણે ફસાયેલા મજૂરોને ઘરે મોકલવા માટે ચલાવવામાં આવી રહેલી શ્રમિક સ્પેશયલ ટ્રેનને આગળ ના ત્રણથી ચાર દિવસ ઓરિસ્સા થી પહેલા રોકી દેવામાં આવે.

મુખ્યમંત્રી નવીન પટનાયક એ શનિવારે કલેક્ટરોને સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તુફાન સામે ની તૈયારી ની ચર્ચા કરી. ઓરિસ્સા આપત્તિ રાહત બળ, એનડીઆરએફ અને દમકલ વિભાગે એલર્ટ રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યું છે.

મોસમ વિભાગના પ્રમાણે  દક્ષિણ-પૂર્વ બંગાળ ની ખાડીમાં બનેલો ઓછો દબાવ ક્ષેત્ર બન્યું હતું જે ધીરે-ધીરે ચક્રવાતમાં બદલવા લાગ્યું છે. ચક્રવાત 17 મેથી બંગાળ ની ખાડી ના ઉત્તર-પશ્ચિમમાં પશ્ચિમ બંગાળ અને ઊત્તર ઓડીશા ના તટ તરફ આગળ વધશે. આગળના 12 કલાક એટલે કે રવિવારે બપોર સુધી આ ગંભીર અને સોમવારે સવાર સુધી અતિગંભીર ચક્રવાત તુફાનમાં બદલવાની આશંકા છે.

115 કિમિ/કલાક ની ગતિએ ચાલી શકે છે હવા

મોસમ વિભાગ ના તરફથી માછીમારો ને 18થી 21 તારીખની વચ્ચે ઓરિસ્સા અને બંગાળના તટથી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. જે હાલ સમુદ્રમાં છે એમને પણ 17 મે સુધી તટ પર પાછા આવવાનું કહેવામાં આવ્યું છે. આશંકા જતાવવામાં આવી રહી છે કે ચક્રવાતના દરમ્યાન આવવાની હવાઓ ની ઝડપ 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોઈ શકે છે.

Post a Comment

0 Comments