ભૂખ્યા બાળક ને ખાવાનું બનાવવા નો વિશ્વાસ અપાવવા માટે માં એ ઉકાળ્યા પથ્થર, જાણો વિગતે


કેન્યા માં આઠ બાળકોની એક માતા એ પોતાના બાળકો ને ખાવાનું બનાવવા નો વિશ્વાસ અપાવવા માટે એક વાસણ માં પથ્થર ઉકાળવા માટે નાખી દીધા. મહિલા નું કહેવું છે કે તેમણે આવું એટલા માટે કર્યું જેનાથી બાળક ભોજન ની રાહ જોઈ જોઈ ને સુઈ જાય.

બીબીસી ના પ્રમાણે, મોમ્બાસા માં રહેવા વાળી મહિલા પનિહા બહાતી કિસાવ અભણ છે. તે લોકોના કપડાં ધોવાનું કામ કરે છે. કોરોના વાયરસ ના ચાલતા સોસીયલ ડિસ્ટેંસીન્ગ ના પાલન કરી રહી છે. જેના કારણે હાલ તેમની પાસે કોઈ પણ કામ નથી. મહિલા ની પાડોશી એ આ દ્રશ્ય જોયું તો તેમના મીડિયા માં આ વાત ની સૂચના આપી. સાથેજ મહિલા ને એક બેન્ક માં ખાતું ખોલાવ્યું.

કેન્યા ના લોકો મદદ માટે આવ્યા આગળ


ત્યારબાદ કેન્યા ના ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. બેન્ક ખાતા માં અને મોબાઈલ ફોન દ્વારા મહિલા ને લોકો એ પૈસા દાન કરવાનું શરુ કર્યું. કિસાવો એક વિધવા મહિલા છે. તેમના પતિ ને ગયા વર્ષ ડાકુ એ મારી નાખ્યા. તે બે રૂમ ના એક ઘર માં રહે છે જ્યાં પાણી તેમજ વીજળી ની સુવિધા નથી.

'મારા માટે કોઈ ચમત્કાર થી ઓછું નથી'

લોકો દ્વારા મળેલી મદદ થી મહિલા એ ટૂકો ન્યુઝ વેબસાઈટ ને કહ્યું 'મારા માટે આ કોઈ ચમત્કાર થી ઓછું નથી. મને વિશ્વાસ નથી થઇ રહયો કે કેન્યાઈ એટલો પ્રેમ કરી શકે છે. મને દેશ ભર થી ફોન આવી રહ્યા છે. બધાજ લોકો પૂછી રહ્યા છે કે તે કઈ રીતે મદદ કરી શકે છે.'

કિસાવો એ કહ્યું કે 'મને મારા સૌથી નાના બાળક ને ખાવાનું બનાવવા નો વિશ્વાસ અપાવવા નો હતો. તે ભુખ્યો રડી રહ્યો હતો. મારા બાકી ના બાળકો થોડા મોટા છે. જયારે મેં તેમને કહ્યું કે આપણી પાસે ખાવા માટે કઈ પણ નથી ત્યારે તે લોકો સમજી ગયા.'

Post a Comment

0 Comments