હાથો માં મહેંદી નો રંગ હજુ ઉતર્યો નથી, લગ્ન ના બીજાજ દિવસે ડ્યુટી પર પહોંચી કોરોના યોદ્ધા


કોરોના લોકડાઉન ના દરમિયાન કોરોના વોરિયર્સ આપણી સુરક્ષા માટે દિવસ રાત તૈનાત છે. ઘણા કરોના વોરિયર્સ ના કિસ્સા સાંભળવા મળે છે, જેનાથી ગર્વ ની અનુભૂતિ થાય છે. અહીં રાજકોટ માં એવીજ કોરોના વોરિયર્સ છે- પ્રફુલા-બા પરમાર ઉર્ફ પૂજા-બા. તે એક પોલીસ કર્મી છે. વાંકાનેર તહસીલ માં થાણા માં એક એલઆરડી ડ્યુટી કરે છે. મહામારી ના આ દિવસો માં તેમણે પોતાના લગન પતાવ્યા.

પ્રફુલા-બા લગ્ન ના બીજાજ દિવસે પોતાની ફરજ નિભાવવા માટે હાજર થઇ ગયા. અન્ય સિપાઈ પણ તેમને તેમની વચ્ચે જોઈને ચોંકી ગયા. કેમ કે પ્રફુલાબા ના હાથો માં હજુ મહેંદી નો રંગ ઉતાર્યો પણ ન હતો. તેમને તેમના પતિ ની સાથે હોવું જોઈએ, પરંતુ તે પોતાની ડ્યુટી પર પાછી આવી. તેમના કર્તવ્યનિષ્ઠા ની ઉચ્ચ અધિકારો એ પ્રસંશા કરી. બધાજ લોકો તેમના વખાણ કરી રહ્યા છે.


પ્રફુલાબા ના લગ્ન લગભગ 6 મહિના પહેલા ફિક્સ થયા હતા અને તેમને પોતાના લગ્ન માટે રજા પણ લઈને રાખી હતી. પરંતુ કોરોના ની લડાઈ માં તે જલ્દી જલ્દી શામીલી થવાની ઈચ્છા માં તે બીજા દિવસેજ પોતાના કામ પર પાછા ફર્યા. સામાન્ય રીતે મહિલા પોલીસકર્મીઓ ને નવા પરિવાર માં જવાનું હોય છે. એટલા માટે લગ્ન પછી ખાસ રીતે રજા દેવાનું પ્રાવધાન છે. પરંતુ કોરોના ની આ લડાઈ માં પોતાની જિમ્મેદારી નું મહત્વ સમજતા પ્રફુલાબા એ ખુદ પોતાની રજા ને કેન્સલ કરી છે.


પ્રફુલાબા ના પ્રમાણે તેમના આ નિર્ણય નો પતિ સહીત સાસરિયા પક્ષ એ પણ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું 'લગ્ન થી એક નવા જીવન ની શરૂઆત થાય છે. એજ કારણ લગ્ન ને લઈને એક છોકરી ના ઘણા સ્વપ્ન હોય છે. મારા પણ ઘણા સ્વપ્ન હતા પરંતુ આ મહામારી માં આ દેશ ને મારી સૌથી વધુ જરુરીયાત છે. ફરવાનો સમય બધાજ લોકોને મળે છે. પરંતુ દેશ માટે કંઈક કરવાનું સૌભાગ્ય તો કોઈ કોઈ નેજ મળે છે. મને પણ આ અવસર મળ્યો છે. એટલા માટે હું ડ્યુટી પર છું.

Post a Comment

0 Comments