લોકડાઉન ની વચ્ચે લતા મંગેશકર એ શેયર કરી 98 વર્ષ જૂની ખાસ તસ્વીર, થઇ રહી છે વાયરલ


કોરોના વાઇરસ લોકડાઉન ના દરમિયાન બધા જ લોકો પોતાના ઘરમાં છે. એવામાં બધા જ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. ત્યાં જ સેલેબ્સ પણ પોતાના ફેન્સ સાથે સોશિયલ પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા છે. આ દરમિયાન ફેન્સ ને સ્ટાર ની લેટેસ્ટ તસવીરોની સાથે તેમની થ્રોબેક ફોટો પણ જોવા મળી રહી છે. ત્યાં જ પોતાની જૂની યાદોને તાજા કરી રહ્યા છે. આ વચ્ચે સ્વર કોકિલા લતા મંગેશકર પણ આ દિવસોમાં જૂની તસવીરને જોઇને તેમની યાદો માં ખોવાઈ ગયા છે. લતા મંગેશકર એ પણ હાલમાં એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. ખાસ વાત તો એ છે કે તે તસવીર 98 વર્ષ જૂની છે.

લતા મંગેશકર પોતાના ટ્વીટર પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર 98 વર્ષ જૂની તસવીર શેર કરી છે. આ તસવીર તેમના પિતાની છે. તેને શેર કરતાં લતા મંગેશકર એ કેપ્શન માં લખ્યું છે કે 'નમસ્કાર 14 મે 1922 એટલે કે 98 વર્ષ પહેલા મારા પિતાશ્રીને શ્રીમત જગતગુરુ શ્રી શંકરાચાર્ય ડોક્ટર કુર્ટકોટી ગંગાપુર પીઠ નાસિક એ પોતાના પાવન હાથોથી સંગીત રત્ન ઉપાધિ પ્રદાન કરી હતી. તે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

તમને કહી દઈએ કે લતા મંગેશકરના પિતા સંગીત ગુરુ પંડીત દિનાનાથ મંગેશકર જાણીતા શાસ્ત્રીય ગાયક અને રંગકર્મી હતા. લતા મંગેશકર ને સંગીત ની શિક્ષા સૌથી પહેલા તેમના પિતાએ જ આપી હતી. એ સત્ય છે કે તેમના પહેલા ગુરુ તેમના પિતા હતા. જ્યારે તે ફક્ત પાંચ વર્ષની હતી ત્યારથી તેમના પિતાએ તેમને સંગીત શીખવાનું શરૂ કરી દીધું હતું.

લતા મંગેશકર ના પિતા સંગીત ગુરુ પંડિત દીનાનાથ મંગેશકરની 79મી પુણ્યતિથિ 24 એપ્રિલ હતી. તે સમયે પણ લતાએ થોડી તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી. આ વર્ષે કોરોના ના કારણે પુણ્યતિથિ નો કાર્યક્રમ કરી શક્યા ન હતા તેમનું તેમને ખૂબ જ દુખ જતાવ્યું હતું.

Post a Comment

0 Comments