કોરોના ને લઈને ભારત માટે ખરાબ સમાચાર, આ લોકો ને વધુ થઇ રહ્યો છે ખતરો


કોરોના વાયરસ પર ધ વોશિંગટન પોસ્ટનો તાજેતર માં જે રિપોર્ટ આવ્યો છે તે ચિંતાજનક છે. રોપોર્ટ ના પ્રમાણે ભારત અને બ્રાજીલ જેવા વિકાશશીલ દેશ કોવીડ-19 ના હોટસ્પોટ બનતા જઈ રહ્યા છે અને અહીં મહામારી હવે અહીંના યુવનાઓમાં ઝડપથી ફેલાઈ રહી છે. રિપોર્ટ ના પ્રમાણે આ જગ્યા ઓ પર વાયરસ પોતાનું રૂપ દેખાડી રહ્યો છે. રિપોર્ટ માં કહેવામાં આવી રહ્યું છે કે બ્રાઝીલ અને ભારત જેવા દેશોમાં કોરોના વાયરસ થી સંક્રમિત થનારા અને હોસ્પિટલ માં ભરતી થનારાઓ માં યુવાનો ની સંખ્યા માં વધારો થઇ રહ્યો છે.

આ મહામારી ના કેન્દ્ર માં રહેલી જગ્યાઓ પર પણ યુવાનો માં સંક્રમણો આ દર જોવા મળ્યો ન હતો જે બ્રાઝીલ અને ભારત માં જોવા મળી રહ્યો છે. રિપોર્ટ ના અનુસાર બ્રાઝીલ માં 50 વર્ષ થી ઓછી ઉમર ના મૃત્યુ પામનારાઓની સંખ્યા 5 ટકા છે જે ઇટાલી અને સ્પેનમાં નોંધાયેલા મોતની તુલનામાં 10 ગણી વધારે છે. મેક્સિકોમાં લગભગ એક ચતુર્થાંશ મૃતકો ની ઉમર 25 થી 49 વર્ષ ની વચ્ચે છે. તો ભારત મહામારી નું આગામી હોટસ્પોટ બનવા તરફ છે. અહીં આ મહિને કોરોનથી મારનારાઓ લગભગ 50 ટકા લોકો 60 વર્ષ થી ઓછી ઉંમરના છે.

રિપોર્ટ માં વિકાસશીલ દેશોમાં થઇ રહેલા યુવાનોના મૃત્યુની પાછળ ખરાબ સ્વાસ્થ્ય સેવા, અત્યંત ગરીબી અને અસમાનતા ને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. ન્યુયોર્ક ટાઈમ્સ ના રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે એશિયાના સૌથી મોટા સ્લમ ધારાવીમાં હોસ્પિટલો ની ખરાબ સ્થિતિ અને નબળી પોલિસી જેવી સ્થિતિ છે અને અહીં સોશિયલ ડિસ્ટેંસીન્ગ અસંભવ છે.

સંક્રમણ ના વધારે ગંભીર કેસ 20 થી 44 ની ઉંમરવાળાઓના છે

ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ મહામારી ની શરૂઆત ના અઠવાડિયામાં જાહેરાત કરી હતી કે આનો સૌથી વધારે ખતરો વૃદ્ધો ને છે, પરંતુ ગત કેટલાક મહિનાની રિપોર્ટ અનુસાર સંક્રમણ ના વધારે ગંભીર કેસ 20 થી 44 ની ઉંમરવાળા લોકો ને છે. રિપોર્ટ માં એ પણ કેહવામાં આવ્યું છે કે આફ્રિકન અને અમેરિકન કોરોના વાયરસ નો સૌથી વધારે શિકાર બન્યા છે. નિષ્ણાંતો નું એવું કહેવું છે કે આ બીમારી લોકોમાં એક સરખી રીતે નથી ફેલાતી.

Post a Comment

0 Comments