ગુજરાતી વાર્તા - કહે છેને કે પ્રિય વસ્તુ ની પાછળ ભાગ્યેજ રાખવું એટલે લોભ, લોભ અને સ્વાર્થ ભાન ભુલાવે


પતિ પત્ની ઘણાજ સુખી હતા, પતિ રોજે એક સુવર્ણ મુદ્રા કમાઈ લેતો હતો, એક દિવસ તેને યક્ષ મળે છે, તેમને કહે છે કે હું તારા ઘર માં સોનાના 7 ઘડા રાખી દઈશ, વ્યક્તિ ખુશ થઈને ઘરે પહોંચે છે તો...

કહે છેને કે પ્રિય વસ્તુ ની પાછળ ભાગ્યેજ રાખવું એટલે લોભ, લોભ અને સ્વાર્થ ભાન ભુલાવે.

એક પતિ-પત્ની સુખી જીવન વ્યતીત કરી રહ્યા હતા. પતિ રાજા ના મહેલ માં દિવસ ભર મહેનત કરતો અને એક સુવર્ણ મુદ્રા કમાઈ લેતો. પતિ ખુબજ ઈમાનદાર હતો, જેના કારણે રાજા નો પ્રિય પણ હતો. પત્ની ખુબજ કુશળતા ની સાથે ઘર ચલાવતી હતી.

જયારે તે એક દિવસ ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને યક્ષ મળે છે. યક્ષ કહે છે કે હું તારી ઈમાનદારી અને મહેનત થી ખુબજ ખુશ છું. હું તને સોનાના સિક્કા થી ભરાયેલા 7 ઘડા આપી રહ્યો છું. તને આ ઘડા તારા ઘરે જઈશ ત્યાં તને મળી જશે. પતિ ખુબજ ખુશ થયો. તેને ઘરે જઈને આ વાત તેમની પત્ની ને કહી.

તે અંદર રૂમ માં ગયો તો તેણે જોયું કે ત્યાં 7 ઘડા રૂમ માં પડેલા છે, જેમાંથી છ ઘડા સોનાના સિક્કા થી ભરેલા છે. પરંતુ એક ઘડામાં સોનના ના સિક્કા પુરા નથી. તે અડધો ખાલી હતો.

આ જોઈને પતિ પત્ની થોડા ગુસ્સા માં આવી જાય છે અને કહેવા લાગે છે કે યક્ષ એ આપણ ને છેતર્યા છે. પતિ પાછો તે સ્થાન પર જાય છે જ્યાં તેને યક્ષ મળ્યા હતા. ત્યાં યક્ષ પ્રકટ થયા અને તેને પુરી વાત કરી. યક્ષ એ કહ્યું કે તું મહેનત કરીને તે ઘડો ભરી લેજે.

પતિ એ વિચાર્યું કે તે ઘડો ભરાતા થોડાક દિવસજ લાગશે. તે પાછો ફર્યો અને પત્ની પાસે ગયો અને કહ્યું કે આપણે તે ઘડો મહેનત કરીને ભરવો પડશે. આગળ ના દિવસથી જ પતિ પત્ની મહેનત કરીને બચત કરવા લાગ્યા અને તે ખાલી ઘડા માં સોનાના સિક્કા નાખવા લાગ્યા. પરંતુ તે સાતમો ઘડો ભરાઈ રહ્યો ન હતો. તે ખાલી ઘડા ને જલ્દી થી જલ્દી ભરવા માંગતો હતો. પતિ આ કારણે કંજુસી પણ કરવા લાગ્યો. તેના કારણે ઘરમાં પૈસા ની ઉણપ પણ આવી ગઈ.

પત્ની એ પતિ ને સમજાવવા ની કોશિશ પણ કરી પરંતુ તે સમજી રહ્યો ન હતો. થોડા દિવસો પછી ઘરની શાંતિ ભંગ થઇ ગઈ. પતિ પત્ની વાત વાત પર ઝઘડો કરવા લાગ્યા. સુખ ના દિવસો દુઃખ માં બદલાઈ ગયા. જયારે રાજા ને આ વાત ની જાણ થઇ ત્યારે રાજા એ તે વ્યક્તિ ને રોજે 2 સુવર્ણ મુદ્રા આવાનું શરુ કરી દીધું. છતાં પણ પરિવાર માં સુખ શાંતિ પાછી આવી નહિ.

એક દિવસ રાજા એ વ્યક્તિ ને પૂછ્યું કે શું તને યક્ષ એ 7 ઘડા આપ્યા છે. પતિ એ કહ્યું હા, ત્યાર બાદ પતિ એ રાજા ને સંપૂર્ણ વાત કહી. રાજા એ તે વ્યક્તિ ને કહ્યું કે તું તે ઘડા ને યક્ષ ને પાછો આપી દે કેમ કે સાતમો ઘડો લોભ નો છે, જે ક્યારેય નહિ ભરાઈ. લોભ ની ભૂખ ક્યારેય પણ શાંત થતી નથી. વ્યક્તિ એ રાજા ની વાત માનીને તે યક્ષ ને પાછો આપ્યો જેના પછી દુઃખના દિવસો સુખ માં બદલાઈ ગયા.

Post a Comment

0 Comments