છૂટછાટ સાથે શરુ કરવામાં આવશે લોકડાઉન 4.0, આવતી કાલ થી કરવા માં આવશે અમલ


ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે કન્ટેઈન્મેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવશે. લોકડાઉનને આપણે સ્ટ્રિકલી આગળ વધી રહ્યા છે. ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગઈકાલે કલેક્ટરો સાથે ચર્ચા કરીને પોત પોતાના વિસ્તારના કન્ટેઈન્મેન્ટ ઝોન રાજ્ય સરકારને સોંપશે. અને તેને કેન્દ્ર સરકારને સોંપાશે.

મંગળવાર સવારથી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપીશું. હવે કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તમામ ઈન્ડસ્ટ્રીને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. તથા કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે એસટી અને સિટી બસ સર્વિસ પ્રમાણે ચાલુ કરવામાં આવશે. અને તેના નિયમો આજે બહાર પાડશે.

નાઈટ કરફ્યુનો અમલ કરવામાં આવશે. સાંજે 7થી સવારના 7 સુધી બધાએ ઘરમાં રહેવાનું છે. અને તેનો કડક અમલ કરાવવામાં આવશે. સ્કૂટરચાલકો અને રિક્ષાચાલકોને પણ છૂટ આપવામાં આવશે. પણ આવતીકાલે એના નિયમો બહાર પડશે. કેટલા પેસેન્જર અને કેટલા સમય સાથે ચલાવવાનું રહેશે તેની જાહેરાત કરવામાં આવશે. દુકાનો અને ઓફિસો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની બહાર ચાલુ કરવા માટેનાં નિયમો બહાર પાડવામાં આવશે. છૂટછાટ મળશે પણ તેના નિયમો જાહેર કરવામાં આવશે. હોમ ડિલિવરીનાં નિયમો પણ જાહેર કરવામાં આવશે.

જાહેરમાં ગુજરાતમાં જ્યાં પણ થુંકશે તેના પર 200 રૂપિયા દંડ લેવામાં આવશે. અલગ અલગ રાજ્યો પ્રમાણે નહીં પણ સમગ્ર ગુજરાતમાં તેના પર 200 રૂપિયા દંડ લેવામાં આવશે. અને સમગ્ર ગુજરાતમાં માસ્ક નહીં પહેરે તો પણ 200 રૂપિયા દંડ લેવામાં આવશે. ગુજરાતની જનતા સાથ સહકાર આપે તેવી અપેક્ષા છે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ચાલુ રાખવામાં આવશે.

Post a Comment

0 Comments