માછીમારે નદી માં જાળ ફેંક્યું, માછલી ની જગ્યા એ જે ફસાયું તે જોઈ દંગ રહી જશો તમે


ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી માં લોકડાઉન ના દરમિયાન થોડાક માછીમારોએ નદીમાં ઉતર્યા તો એવી ઉમ્મીદ માં હતા કે માછલી પકડીને તેમને વેચીને તે થોડાક પૈસા કમાઈ લેશે. પરંતુ માછીમારો ની જાળમાં માછલી ની જગ્યાએ જે ફસાયું તે જોઈને ફક્ત માછીમારો જ નહીં પરંતુ પોલીસના પણ હોશ ઉડી ગયા.


વાત કંઈક એવી છે કે લખીમપુર ખીરી ની શારદા નદીમાં જ્યારે માછીમારોએ માછલી પકડવા માટે જાળ ફેંક્યું તો તેમાં માછલી તો ફસાઈ નહિ પરંતુ બજાજ પ્લેટીના બાઈક જરૂર ફસાઈ ગયું. ત્યારે માછીમારો ને જ્યારે કોઈ મોટું સમાન હોવાનો અંદાજો લાગ્યો તો તેમણે મદદ માટે વધુ લોકોને બોલાવ્યા.


જ્યારે બધા જ લોકોએ પકડીને જાળ ને ખેંચ્યું તો બધા જ લોકો ચોંકી ગયા. માછલી ની જગ્યાએ જાળમાં બાઈક ફસાયેલું હતું. ખબર મળતાની સાથે જ પોલીસ એ તે બાઇકને કબજે કરી લીધું. પોલીસ હવે વાત કરી રહી છે કે નદીમાં બાઈક કોણે ફેંક્યું હતું અથવા તો કોઈ હાદસો થયો હતો.


નદી થી બાઈક નીકળ્યા પછી ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ. લોકો તે બાઇકને લઇને અલગ-અલગ વાતો કરી રહ્યા હતા. કોઈ હાદસા નો અંદેશો જતાવી રહ્યા છે તો કોઈ સાજીસ કહી રહ્યું છે.


બીજી બાજુ ખંડવા જિલ્લાના એક ગામ આરુદ માં સોમવાર એ એક અજીબોગરીબ આ કિસ્સો સામે આવ્યો હતો જયારે બાળક માછલી પકડવા માટે ગયો હતો. બાળકે તળાવમાં જાળ ફેંક્યું તો માછલી આવી નહીં પરંતુ 500 અને 2000ની નોટો ની થપ્પી હાથ જરૂર લાગી ગઈ. જે લગભગ 20,000 રૂપિયાની રકમ બરાબર હતી.

Post a Comment

0 Comments