મહેશ બાબુ ની આ લકઝરી વેનિટી વૈન કોઈ બંગલાથી ઓછી નથી, જુઓ તેમની અંદર ની તસવીરો


તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ (Mahesh Babu) લોકડાઉનના સમયમાં પોતાના પરિવારની સાથે સમય વિતાવી રહ્યા છે. મહેશ બાબુ ભલે ફિલ્મી બેકગ્રાઉન્ડ થી હોય પરંતુ પોતાની મહેનતથી અલગ ઓળખાણ બનાવી છે. અભિનેત્રી નમ્રતા શિરોડકર હિન્દી ફિલ્મ ના પછી તેલુગુ ફિલ્મમાં સાઇન કરી હતી. જેમાં તેમની સાથે લીડ રોલમાં મહેશ બાબુ હતા. આ ફિલ્મમાં મહેશ બાબુ નુ ડેબ્યુ હતું. આજે નમ્રતા મહેશે બાબુ ની પત્ની છે. ત્યાં મહેશ બાબુ સાઉથ ના સૌથી વધુ ફીસ લેવા વાળા સુપરસ્ટાર માંથી એક છે. એટલું જ નહીં તેમને પાસે પોતાની લક્ઝરી વેનિટી વાન પણ છે. તો ચાલો જાણીએ તેમની વેનિટી વાન સાથે જોડાયેલી ખાસ વાતો.


મહેશ બાબુ ની પાસે જે વૈનિટી વૈન છે તેમની કિંમત લગભગ 6.02 કરોડ રૂપિયા છે. 2013માં આવેલી ફિલ્મ 'સિતમ્મા વકીતલો સીરીમલે ચેતુ' ના દરમિયાન તેમણે ખરીદી હતી. તે એજ જગ્યા છે જ્યાં મહેશ બાબુ પોતાના ઘરથી વધુ સમય પસાર કરે છે. અત્યારે લોકડાઉન ના કારણે બધા જ લોકો ઘરમાં છે પણ જયારે શૂટિંગ નો સમય હોય છે ત્યારે મહેશ બાબુ ને આ જગ્યા ઉપર સૌથી વધુ આરામ મળે છે.


મહેશ બાબુ ની આ વૈનિટી વૈન માં બે બેડરૂમ છે. તસ્વીર માં  દેખાઈ રહ્યું મહેશ બાબુ નો પર્સનલ બેડરૂમ છે. ત્યાં જ તેમાં લાગેલો ટીવી સેટ પણ સામાન્ય નથી. તે સેટેલાઈટ ટેલિવિઝન છે. તેના દ્વારા કોઈપણ જગ્યાએ ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય છે અને અહીં કોઈ પણ દેશની ચેનલ જોઈ શકાય છે. મહેશ બાબુ ની વિશેષ ડિમાન્ડ ઉપર ટેલિવિઝન લગાવવામાં આવેલું છે.


બીબીસી ની ખબર ના પ્રમાણે આ મહેશ બાબુની વેનિટી વાન નો બીજો રૂમ છે. વૈનિટી ની તુલના તમે કોઈપણ હરતા-ફરતા આલિશાન ઘર સાથે કરી શકો છો. તેની સાથે તસવીરમાં તમે મહેશ બાબુ ની મેકઅપ ચેયર પણ જોઇ શકો છો. વેનિટી વાન ના આ ભાગને તેમનો હરતો-ફરતો ગ્રીન રૂમ પણ કહેવામાં આવે છે.


મહેશ બાબુ એ તેમના પસંદ ના પ્રમાણે ડિઝાઈનરને નિર્દેશ આપીને તેને તૈયાર કરવામાં આવી છે. વેનિટી વાન ને 'કારવા' પણ કહેવામાં આવે છે. કહી દઈએ કે મહેશ બાબુ ની વેનિટી વાનમાં તેમના દીકરા સાથેની તેમની તસવીર પણ લાગેલી છે.

Post a Comment

0 Comments