વાંદરાએ સાયકલ પર બેસીને શેરીમાં કરી એન્ટ્રી અને પછી કંઈક થયું આવું, 70 લાખ લોકો જોઈ ચૂક્યા છે વીડિયો


આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર એક ચોંકાવનારો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને બધા લોકો દંગ રહી ગયા છે. વાત કંઈક એવી છે કે આમાં એક વાંદરો સાયકલ ઉપર સવાર થઈને નજર આવી રહ્યો છે. આ વાંદરો ઘણી ઝડપથી એક શેરી ની અંદર આવી જાય છે. ત્યાં થોડાક બાળકો બેસેલા છે ઝડપથી આવ્યા પછી વાંદરો ગલીમાં બેસેલી એક બાળકીને પકડી લે છે અને તેમને ખેંચીને લઈને ચાલ્યો જાય છે/

બાકી અન્ય લોકો સાથે બેઠી હતી


અહીં ઘણા લોકો આ ઘટનાને કિડનેપિંગ ની કોશિશ કહી રહ્યા છે. બાળકી પોતાના ઘરની બહાર અન્ય લોકો સાથે બેસેલી હતી. ઘટના સમયે આસપાસના લોકો પણ જોવા મળી રહ્યા છે પરંતુ જ્યારે વાંદરો બાળકીને ખેંચીને લઈ જઈ રહ્યો છે ત્યારે એક વ્યક્તિ વાંદરાની તરફ આવે છે. ત્યારબાદ વાંદરો બાળકીને રસ્તા ઉપર છોડી દે છે. બાકી લોકોએ જ્યારે આ જોયું ત્યારે તે લોકો પણ રસ્તા ઉપર આવી ગયા.


વાંદરો ડરીને ભાગી ગયો



લોકોને જોયા પછી વાંદરો ડરી ને ભાગી ગયો. બાળકી ઉઠી અને જ્યાં તે બેસેલી હતી ત્યાં જઈને પાછી બેસી ગઈ. આ વીડિયોને અમેરિકાના પૂર્વ બાસ્કેટબોલ પ્લેયર ચૈપમૈન એ શેયર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શન માં લખ્યું છે 'મને યાદ નથી કે મેં પહેલા ક્યારે બંદરને સાયકલ ચલાવતા જોયો હતો અને બાળકીને કિડનેપ કરવાની કોશિશ કરી હતી.'

70 લાખ લોકો જોઈ ચુક્યા છે વિડીયો

કહી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધી 70 લાખ વ્યુ મળી ચૂક્યા છે. તેની સાથે 69 હજાર થી વધુ લાઈક્સ અને 22 હજારથી વધુ રીટ્વીટ મળી ચુક્યા છે. ટ્વિટર ઉપર લોકો આ વીડિયોને જોઈને ખૂબ જ વધુ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઘણા લોકો હેરાન છે


વિડીયો જોઈને ઘણા લોકો હેરાન થઈ ગયા છે. સાથે તે બાળકી માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ એ વાતની હજુ સુધી ખબર પડી શકી નહીં કે આ વિડીયો કઈ જગ્યાનો છે. પરંતુ એટલું જરૂર કહી શકીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર લોકો તેમને ખૂબ જ શેર કરી રહ્યા છે.

Post a Comment

0 Comments