કોરોના વાયરસ ના વધુ કેસ હશે તે ક્ષેત્રો માં લોકો ની અવરજવર પર લગાવવા માં આવશે રોક


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાવાયરસ ના સંક્રમણને રોકવા માટે નવી યોજના બનાવી છે. જે વિસ્તારમાં કોરોનાવાયરસ નું સંક્રમણ ઝડપથી થઇ રહ્યું હશે ત્યાં ભૌગોલિક કોરોનટાઇન કરવામાં આવશે એટલે કે લોકોની અવરજવર પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવશે. કન્ટેન્ટજોન માં સંક્રમીતોની શોધ ની સાથે સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે અને વિશેષ ટીમ ઘરે જઈને લોકો ના સ્વાસ્થ્યની જાંચ કરશે.

કોરોના પર કાબૂ મેળવવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય તૈયાર કરી નવી રણનીતિ

કોવીડ-19 ના પ્રચારને રોકવા માટે તૈયાર કરવામાં આવેલી નવી યોજનામાં સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું કે મોટા પ્રકોપ વાળા ભૌગોલિક ક્ષેત્ર એટલે કે ગામ વિસ્તાર અથવા તો શહેરના તે વિસ્તાર છે જ્યાં સ્થાનિક સ્તર પર કોરોનાવાયરસ ના કેસ વૃદ્ધિ થઈ રહી છે. મોટા પ્રકોપ વાળા ક્ષેત્ર એટલે કે જે વિસ્તારમાં 15 થી વધુ કેસ સામે આવ્યા હોય.

ભૌગોલિક કોરોનટાઇન નો મતલબ વિસ્તારમાં લોકોની અવરજવર ઉપર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવામાં આવશે. જ્યાં વધુ કેસે છે તે વિસ્તાર ને કડક રીતે બંધ કરવામાં આવશે. જે વિસ્તારમાં વધુ કેસ હશે અથવા તો એક અથવા વધુ જિલ્લા થી એકથી વધુ બ્લોકમાં સંક્રમણ ફેલાયેલું હશે ત્યાં ભૌગોલિક કોરોનટાઇન લાગુ કરવામાં આવશે. તે કોરોના કેસ અને તેમના સંપર્ક ઉપર આધારિત હશે.

મંત્રાલય એ પણ કહ્યું કે થઈ શકે છે કે કોરોનાવાયરસ ભારતની મોટી આબાદી ને પોતાની ચપેટમાં લઈ લે. પરંતુ તેની સંભાવના ઓછી છે કે આ દેશ ના બધા જ ભાગ ને સમાન રૂપથી પ્રભાવિત કરશે. તેમને જોતા હોટસ્પોટ વાળા ક્ષેત્રમાં કેન્ટેનમેન્ટ ના ઉપાય ને કડક થી લાગુ કરવા ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે જ અલગ અલગ ક્ષેત્રોના વિભિન્ન રીતો પણ અપનાવવાનું કહેવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments