જૂનાગઢમાં પરોઠા હાઉસ માં તાળા તૂટ્યા, કોઈ પણ વસ્તુ ચોરી ના કરી પરંતુ.. વાંચો સંપૂર્ણ અહેવાલ


કોરોના ના સંક્રમણ રોકવા માટે દેશ ભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉન દરમિયાન ખાસ કરીને મજુર વર્ગ ની હાલત ખુબજ ખરાબ છે. આવા સમય માં જૂનાગઢ શહેરમાં એક એવો બનાવ બન્યો છે જેમને બધાજ લોકોને હેરાન કરીને રાખી દીધા છે. જૂનાગઢ માં એક પરોઢ હાઉસ માં તાળા તૂટ્યા નો બનાવ સામે આવ્યો છે. નવાઈની વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકાર ની ચોરી થઇ નથી. તાળું તોડનાર ભૂખ્યા લોકો પેટ ની ભૂખ ઠારીને જતા રહ્યા હતા.


આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે. તંત્ર માટે પણ આ બનાવ વિચારવા જેવો છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ ના ગાંધી ચોક નજીક એક પરોઢ હાઉસના તાળા તૂટ્યા છે. આ તાળા ચોરી કરવા માટે નહિ પરંતુ પોતાના પેટ નો ખાડો પૂર્વ માટે તોડવામાં આવ્યા હતા.


આશ્ચર્યની વાત એ છે કે આ દુકાનમાંથી એક પણ વસ્તુ કે પૈસા ની ચોરી નથી થઇ. તમામ વસ્તુ ઓ જેમની તેમજ મળી આવી હતી. તાળું તોડનાર વ્યક્તિઓએ દુકાનના તાળા તોડ્યા હતા. જે બાદમાં અંદર રહેલી વસ્તુઓથી પોતાના પેટની ભૂખ ઠારી હતી અને પછી ત્યાંથી જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.


પરોઠા હાઉસના તાળા તૂટ્યા બાધ કોઈ પણ વસ્તુ ની ચોરી ન થતા 'પેટ કરાવે વેઠ' કહેવત સાર્થક થઇ છે. લોકડાઉનમાં ખરેખર આ કહેવત સાચી પડી છે.ગુજરાતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય મજુર રહે છે. છેલ્લા દોઢ મહિના કરતા વધારે સમય થી લોકડાઉન ના કારણે કામ અને ધંધો બંધ થઇ જતા આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એટલુંજ નહિ ગુજરાત માં પણ રોજે કમાણી કરીને પેટ ભરતા લોકો પણ મુશ્કેલીમાં છે.

Post a Comment

0 Comments