ખંભા પર બાળકો ને બેસાડી જઈ રહી ગામ, કહ્યું અહીં રહીશ તો મારા દીકરા ભૂખ્યા મરી જશે


દાડી કરીને બે સમયની રોટલી કમાવા વાળા મજુર નું ઘરે પાછું ફરવું દુખ અને પીડા થી ભરેલું છે. જ્યારે પરિવારનું પેટ ભરવા માટે ખિસ્સામાં એકપણ રૂપિયો નથી વધ્યો તો આ મજબુર થઈને સેંકડો કિલોમીટર ચાલીને પોતાના ઘરે નીકળી પડ્યા. આવી એક તસવીર ઝારખંડથી સામે આવી છે જ્યાં એક મહિલા ખરા તડકામાં પોતાના ખંભા ઉપર બે બાળકોને લઈને ચાલતી નજરે આવી રહી છે.


આ તસવીર રવિવાર એ ધનબાદ થી સામે આવી છે. જ્યાં ઈટના ભઠ્ઠા પર કામ કરવાવાળી મહિલા બપોરના તડકા માં પોતાના ઘરે બંગાળ ના પુરુલિયા જિલ્લા તરફ આગળ વધી રહી છે. તેમણે બન્ને ખભા ઉપર પોતાના બે બાળકો ને બેસાડેલા છે અને ચાલી જઈ રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કેમ જઈ રહ્યા છો તો મહિલાએ પોતાની ભીની આંખોથી કહ્યું અહીં રહીશ તો મરી જઈશું લોકડાઉન એ અમારી રોજીરોટી છીનવી લીધી છે હવે હું આ બાળકોને શું ખવડાવું અને ક્યાં રહું? એટલે આ પરિસ્થિતિમાં પોતાના ગામ જવાનો નિર્ણય લીધો.


આ તસવીર ગુમલા થી સામે આવી રહી છે. જ્યાં આ મજુર વિશાખાપટ્ટનમ થી ચાલીને આવ્યા છે. તેમને તેમના ઘર બિહાર જવું છે જ્યાં પ્રશાસન ને તેમને રોક્યા તો મજુર એ કહ્યું સર અમારે ખાવાનું નથી જોઈતું અને નથી રૂપિયા જોઈતા. જો થઇ શકે તો અમને ગામ પહોંચાડી દો.આ તસ્વીર રવિવાર એ રાંચી થી સામે આવી છે. જ્યાં થોડાક મજુર આંધ્ર થી ચાલીને આવ્યા છે. તે કહે છે કે તેમની પાસે ફૂટી કોડી પણ નથી એટલા માટે તેમને ચાલીને આવવું પડ્યું છે. જે કઈ પણ હતું એ આટલા દિવસ સુધી ખર્ચો ચલાવતા રહ્યા. હવે અમે કઈ રીતે બિહાર સુધી પહોંચી શું?


આ તસ્વીર ઝારખંડ ની છે, જ્યાં યુવક ધોમ તડકામાં બપોરે ચાલતા ચાલતા થાકી ગયો તો તે જમીન પર સુઈ ગયો. સાથે પોતાના બાળક ને પોતાની છાતી પર સુવડાવ્યો છે.


આ તસ્વીર છત્તીસગઢ ના રાયપુર થી ઝારખંડ થી સરાયકેલા માટે નીકળેલા મજૂરો ની છે. બધાજ એક ટ્રક માં બેસીને આવી રહ્યા છે. પલામુ માં પોલીસ એ તેમને રોકી લીધા તો તે ચાલતાંજ ઘર તરફ નીકળી પડયા.

Post a Comment

0 Comments