પોલીસ એ નિભાવી માણસાઈ ની ફરજ, એવું કામ કર્યું કે તમને પણ જાણીને ગર્વ થશે


કોરોના વાયરસ ના સંક્રમણ ની ચેન તોડવા માટે સંપૂર્ણ દેશ માં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન માં જરૂરી વસ્તુ સિવાય ની દુકાન બંધ છે. વાહનો પર પણ રોક લગાવવા માં આવી છે. આ સંપૂર્ણ ઘણા ક્રમ માં લોકો ની સૌથી મદદગાર પોલીસ બની રહી છે. પોલીસ લોકો ની મદદ માટે લગાતાર મેદાન માં છે. લોકડાઉન માં પોલીસકર્મી ડ્યુટી ની સાથે માણસાઈ ની ફરજ નિભાવી રહ્યા છે. યુપી ના મથુરા વૃંદાવન માં પોલીસ એ માણસાઈ ની મિસાલ આપી છે. અહીં પિતાના મૃત્યુ પછી તેમનો અંતિમ સંસ્કાર કરવામાં અસમર્થ દિવ્યાંગ દીકરી ની મદદ માટે પોલીસકર્મી ભગવાન બનીને આવ્યા. તેમણે હિન્દૂ રીતિ રિવાજ થી તેમનું અંતિમ સંસ્કાર કર્યું.


વૃદાવન માં ગયા 28 એપ્રિલ એ 55 વર્ષીય વ્યક્તિ નું મૃત્યુ થઇ ગયું. મૃતક ના પરિવાર માં તેમની એકની એક 17 વર્ષીય દિવ્યાંગ દીકરી ના સિવાય કોઈ હતું નહિ. લોકડાઉન માં પિતા ના મૃત્યુ પછી દિવ્યાંગ દીકરી પણ અનાથ થઇ ગઈ. તેમના પર દુઃખો નો પહાડ તૂટી પડ્યો. આર્થિક તંગી અને અનાથ હોવા પછી તેમની પાસે પિતાના મૃત્યુ પર આંસુ વહાવવા સિવાય બીજો કોઈ પણ ઉપાય હતો નહિ.

દીકરી પોતાના પિતાના શવ પાસે બેસીને રડી રહી હતી એ વચ્ચે કોઈએ તેમની સૂચના પોલીસ ને આપી દીધી. સૂચના મળ્યા પછી પીઆરવી પર તૈનાત સિપાઈ નીતિન મલિક અને હોમગાર્ડ રોહિતાશ ત્યાં ઘટના પર પહોંચ્યા. સિપાઈ નીતિન એ કહ્યું કે જયારે તે ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે મૃતક ની દિવ્યાંગ દીકરી શવ ની પાસે બેસીને રડી રહી છે. આર્થિક રૂપ થી કમજોર અને લોકડાઉન હોવાના કારણે પિતા નો દાહ સંસ્કાર કરવામાં અસમર્થ હતી.


દિવ્યાંગ દીકરી ને રોતા જોઈને નીતિન અને રોહિતશ નું દિલ પીગળી ગયું. જેના પછી બંને એ તેમના પિતાના અંતિમ સંકસર કરવાનું વિચાર્યું. તેના માટે બંને એ બજાર જઈ ને એક દુકાન ખોલાવી.બંને પોલીસકર્મી દુકાન ખોલાવી ને અંતિમ સંસ્કાર નો સમાન ખરીદી લાવી ને તેમણે થોડાક લોકોની મદદ થી સામાજિક દુરી નું પાલન કરાવતા યમુના ઘાટ પર દિવ્યાંગ દીકરી ના પિતા નું અંતિમ સંસ્કાર કરાવ્યો.


પોલીસ ના આ નેક કામ ને લોકો ખુબજ વખાણ કરી રહ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ડો. ગૌરવ ગ્રોવર એ પ્રશસ્તિ પત્ર આપીને સિપાઈ નીતિન અને હોમગાર્ડ રોહિતાશ ને સમ્માનિત કર્યા.

Post a Comment

0 Comments