અમેરિકા ના લોસ એજલિસ માં છે પ્રિયંકા-નિક નો આલીશાન બંગલો, જુઓ તેમની આ તસ્વીર


બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા આ દિવસોમાં પતિની સાથે અમેરિકામાં રહે છે. લોકડાઉન ના ચાલતા એક્ટ્રેસ પોતાના ઘર પર જ પતિની સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે અને સોશિયલ મીડિયા ઉપર તસવીર ખૂબ જ શેર કરી રહી છે. આ દિવસોમાં પ્રિયંકા એ પોતાના ખૂબસૂરત ઘરની તસવીર શેર કરી છે. તો ચાલો અમે તમને દેખાડીએ દેશી ગર્લ ના વિદેશી ઘર જે જોવામાં માં ખુબજ સુંદર અને આલીશાન દેખાય છે.



પ્રિયંકા ચોપડા અને નિક જોનસ અમેરિકાના લોસ એન્જલસમાં રહે છે. તેમના ઘરની આસપાસ ઘણા હોલિવૂડ સ્ટાર પણ રહે છે. પ્રિયંકા અને નિક નો બંગલો ઘણો આલીશાન છે. 20 હજાર સ્ક્વેર ફુટમાં બનેલું આ ઘરની કિંમત છે 20 મિલિયન ડોલર એટલે કે લગભગ 144 કરોડ રૂપિયા. આ બંગલા લોસ એન્જેલસ ના અન્સીનો (Encino) નામની જગ્યા પર છે.



પ્રિયંકા ના ઘરે લગભગ સાત બેડરૂમ અને 11 બાથરૂમ છે. તેમની સાથે છત ઉપર સ્વિમિંગ પૂલ પણ છે. એન્ટરટેઇનમેન્ટ માટે ઘરની અંદર મુવી થિયેટર, રેસ્ટોરન્ટ, બાર. બાસ્કેટબોલ કોર્ટ પણ છે. બંનેએ મળીને ઘરને ડેકોરેટ કર્યું છે. અહીંથી માઉન્ટેન વ્યૂ પણ જોવા મળે છે. પ્રિયંકા હંમેશા તેમની તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરતી રહે છે.



કહી દઈએ કે નિક એ આ ઘર ને લગ્ન પહેલા ખરીદી લીધું હતું. હાલમાં એક ઈન્ટરવ્યું આ દરમ્યાન નિકને જ્યારે પૂછવામાં આવ્યું કે પત્ની પ્રિયંકા સાથે તેમનું કોરીનટિન કેવું જઈ રહ્યું છે તો તેમણે કહ્યું મારું અને પ્રિ(પ્રિયંકા) ના લગ્નના હજુ 1.5 વર્ષ થયાં છે.



અમે બંને પોતાના કામના કારણે એકબીજા સાથે વધુ સમય નથી વિતાવી શકતા, પરંતુ આ દિવસોમાં અમે એકબીજાની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો મોકો મળ્યો છે. તમને કહી દઈએ કે નીક-પીસી (પ્રિયંકા) ના લગ્ન 1 અને 2 ડિસેમ્બર એ વર્ષ 2018 માં થયા હતા. આ લગ્નની ચર્ચા દેશની સાથે સાથે વિદેશોમાં ખૂબ થઈ હતી. આ કપલ ને જોધપુરના ઉમેદ ભવન માં લગ્ન કર્યા હતા. ઉમેદ ભવન માં ચાર દિવસ સુધી ફંકશન ચાલ્યું અને નિક અને પ્રિયંકા એ બે લગ્ન કર્યા હતા. એક ક્રિશ્ચિયન રીતિથી અને બીજા હિન્દુ રીતરિવાજ થી.



આ બંને લગ્નમાં પ્રિયંકા-નિક એ ઘણા એક્સપેન્સિવ અને ડિઝાઈનર ડ્રેસ પહેર્યા હતા. આ રોયલ વેડિંગ માં લગભગ 200 મહેમાન શામેલ થયા હતા. મહેમાનોને આવવા માટે ખાસ જેટ પ્લેન ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાર દિવસ સુધી ચાલેલ આ લગ્ન જેમણે જોયા તેમણે એ જ કીધું કે કોઈ રાજા મહારાજાના લગ્ન થયા હોય.

Post a Comment

0 Comments