અનોખા લગ્ન જેમણે જોયા તે જોતુંજ રહી ગયું, એન્જીનીયર વરરાજો અને ડોક્ટર દુલ્હન


કોરોના ની સામે ચાલી રહેલી જગમાં ખાખી વર્દી પહેરેલા સખત મિજાજ વાળી પોલીસ ડ્યુટી ની સાથે સાથે માનવતાનું ફરજ પણ નિભાવી રહી છે. મહારાષ્ટ્રના પૂણેમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો જયારે દુલ્હા અને દુલ્હન ના માતા પિતા લોકડાઉન ના ચાલતા લગ્નમાં સામેલ થઇ શક્યા નહીં. તો પોલીસ ના કર્મચારીઓ અને અધિકારીઓ એ પરિવારજનોની ભૂમિકા નિભાવતા લગ્નની રસમ કરાવી.


પુણેમાં રવિવારે એક એન્જિનિયર વરરાજો અને ડોક્ટર દુલ્હન અનોખા લગ્ન જોવા મળ્યા. ખાસ વાત તો એ છે કે લગ્ન માં છોકરો અને છોકરી બંનેના માતાપિતા શામેલ થઈ શક્યા ન હતા. તે લોકડાઉન ના ચાલતા બહાર ફસાયેલા છે. તો એવા સમયમાં પોલીસ એ બધી જ રસમો નિભાવી સાથે જ પોલીસે કન્યા દાન પણ કર્યું.કહી દઈએ કે પુણે મા રહેવાવાળા એન્જિનિયર આદિત્ય સિંહ વિષ્ટ પુણેની ડૉક્ટર નેહા કુશવાહા સાથે ફેબ્રુઆરીના મહીનામાં સગાઈ થઈ હતી. જ્યાં બંને ના ઘરના લોકોએ બે મેં ના લગ્નની તારીખ નક્કી કરી હતી. એવામાં કોરોનાવાયરસ ના ચાલતા દેશમાં લોકડાઉન લાગુ થઈ ગયું. બંનેના પિતા સેના માં નોકરી કરે છે. ઘરથી બહાર હોવાના કારણે તે આવી શક્યા નહીં.


આદિત્ય પિતા દેવેન્દ્રસિંહ સેનામાં કર્નલ છે અને તેમની પોસ્ટિંગ દેહરાદૂનમાં છે. ત્યાં જ નેહા ના પિતા અરવિંગ સિંહ કુશવાહા પણ સેનામાં ડોક્ટર છે અને નાગપુરમાં મેડિકલ કોલેજમાં પ્રિન્સીપાલ છે. તે બંને ના ઇચ્છવા છતાં પણ બાળકો ના લગ્નમાં શામેલ થઈ શક્યા નહિ.સબ ઇન્સ્પેક્ટર પ્રસાદ લોનારે એ કહ્યું કે દુલ્હન ના પિતા શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને પોતાના દીકરાના લગ્ન કરવા માટે મદદ માંગી હતી. તેના ઉપર અમે લગ્નની બધી તૈયારી કરી અમે લગ્ન માટે ક્લબહાઉસ ફ્રી માં ઉપલબ્ધ કરાવ્યું. તેમના સિવાય અમે યુગલને સેનિટાઇઝર બોક્સ પણ ગિફ્ટ કર્યું. એટલું જ નહીં પોલીસ એ આ લગ્નમાં ખાવાની વ્યવસ્થા પણ કરી.

આ લગ્ન પુણે માં અમોનોરા ક્લબમાં થયા છે. જેમની પોલીસ તરફથી બધી તૈયારી કરવામાં આવી હતી. આ દરમિયાન જાનૈયા પણ પોલીસ વાળા હતા.


સોશિયલ મીડિયા ઉપર પોલીસ ના કામ ને લોકો ખૂબ જ પસંદ કરી ને પોલીસ ના વખાણ કરી રહ્યા છે. આ લગ્ન માં બધાજ લોકોએ સોશિયલ ડિસ્ટેંસીન્ગ ના બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું.

Post a Comment

0 Comments