Ramayan એ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, બન્યો દુનિયા નો સૌથી વધુ જોવાતો પ્રોગ્રામ


લોકડાઉન ના કારણે ડીડી નેશનલ પર રિટેલિકાસ્ટ થતો પ્રોગ્રામ 'રામાયણ' એ ઘણા રેકોર્ડ પોતાના નામે કરતો જઈ રહ્યો છે. રામાનંદ સાગર ના આ જુના શો ને લોકડાઉન ના દરમિયાન જબરદસ્ત ટીઆરપી મળી રહી છે. પહેલા 'રામાયણ' એ વર્ષ 2015 થી અત્યાર સુધી નો સૌથી વધુ ટીઆરપી જનરેટ કરવા વાળો પ્રોગ્રામ હોવાનો રેકોર્ડ બનાવ્યો, અને હવે 'રામાયણ' દુનિયા માં સૌથી વધુ જોવાતો પ્રોગ્રામ બની ચુક્યો છે. તે વાત ની જાણકારી ખુદ ડીડી નેશનલ એ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર કરીને આપી છે.


ડીડી નેશનલ એ ટ્વીટ કરતા લખ્યું, 'વિશ્વ રેકોર્ડ!! દૂરદર્શન પર રામાયણ એ રેબ્રોડકાસ્ટ એ વર્લ્ડ વાઇલ વ્યુઅરશીપ ને તોડી નાખી છે. 16 એપ્રિલ એ સૌથી વધુ જોવાતો શો બન્યો. તેને 7.7 કરોડ લોકો એ જોયો.' આ નંબર ની સાથે આ શો એક દિવસ માં દુનિયાભર માં સૌથી વધુ જોવાતો શો બની ગયો છે.

તમને કહી દઈએ કે જ્યારથી આ પ્રોગ્રામ શરૂ થયો છે ત્યારથી જબરદસ્ત ટીઆરપી મળી રહી છે. થોડા દિવસો પહેલા ડીડી નેશનલ ના સીઇઓ શશીએ એ વાતની જાણકારી આપી હતી કે વર્ષ 2015 થી લઈને અત્યાર સુધી જનરલ એન્ટરટેઇમેન્ટ કેટેગરી (સીરીયલ) માં આ શો ટોપ ઉપર છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું હતું મને એ કહેતાં ખુશી મહેસુસ થઇ રહી છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલો શો 'રામાયણ' વર્ષ 2015 થી અત્યાર સુધી સૌથી વધુ ટીઆરપી જનરેટ કરવા વાળો હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ શો છે. શશી એ આ વાત બાર્કના હવાલાથી કહી હતી.

તમને કહી દઈએ કે 'રામાયણ'ના સિવાય ડીડી નેશનલ પર 'મહાભારત', 'શક્તિમાન', 'બ્યોમકેશ બક્શી', 'ફૌજી', 'સર્કસ', 'દેખ ભાઈ દેખ', અને 'શ્રીમાન શ્રીમતી' જેવા શો પણ પાછા આવ્યા છે

Post a Comment

0 Comments