એકવાર ફરી લોકો ની મદદ માટે આગળ આવ્યા સોનુ સુદ, યુપી અને બિહાર ના મજૂરો ને મોકલ્યા ઘરે


આ દિવસોમાં સંપૂર્ણ દેશ કોરોનાવાયરસ સામે લડી રહ્યો છે. છેલ્લા બે મહિનાથી આ વાઇરસ એ ભારતમાં આતંક મચાવીને રાખ્યો છે. એવામાં એવા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જે પોતાના ઘર અને ગામ ને છોડીને શહેરમાં કમાવવા માટે આવ્યા હતા અને હવે પાછા ફરી નથી શકતા. મુંબઈ જેવા શહેરમાં લાખો લોકો એવામાં ફસાયેલા છે. જેમને મદદ માટે છેલ્લા દિવસોમાં એક્ટર સોનુ સૂદ આગળ આવ્યા હતા. એક્ટર લગાતાર એ લોકોને માટે કામ કરી રહ્યા છે અને તેમને સહી-સલામત પોતાના ઘરે પહોંચાડી રહ્યા છે.


લગાતાર ઘણા દિવસોથી એક્ટર લોકોની મદદ કરી રહ્યા છે. પહેલાં મહારાષ્ટ્રના થી કર્ણાટક ના પ્રવાસી મજૂરો માટે બસો ની વ્યવસ્થા કરાવ્યા પછી હવે આજે તેમણે ઉત્તરપ્રદેશ અને બિહારના મજૂરો માટે બસ દ્વારા તેમના ઘરે મોકલ્યા છે. સોશિયલ મીડિયા ઉપર થોડી તસવીર અને વિડીયો સામે આવી રહ્યા છે. જેમાં તે લોકોને બસમાં બેસાડી રહ્યા છે અને તેમને સફળ યાત્રા માટે કહી રહ્યા છે. તમને કહી દઈએ કે એક્ટર એ અત્યાર સુધી 12,000 થી વધુ મજુરોને તેમના ઘરે મોકલી ચુક્યા છે.


તમને કહી દઈએ કે આ કામ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. બસની વ્યવસ્થા કરી રહ્યા છે. કામ સારી રીતે થાય તેમના માટે તે 18 કલાક પોતાના ફોન સાથે જોડાયેલા રહે છે અને એક એક વસ્તુ ની મોનિટરિંગ કરે છે. આ કામમાં તેમણે સરકાર ની પરમીશન લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેમણે સૌથી વધુ સમસ્યા રાજ્ય સરકારના પરમિશન લેવામાં આવી રહી છે. તેમણે એ પણ સુનિશ્ચિત કરવું પડી રહ્યું છે કે આ વર્કર્સ ની પાસે કાગળિયા પુરા હોય જેનાથી કોઈપણ રાજ્ય ની બોર્ડર ઉપર ફસાઈ ના જાય.


કહી દઈએ કે સોનુ એ 'ઘર ભેજો' ની શરૂઆત પોતાના એક મિત્ર નીતિ ગોહિલ ની સાથે મળીને કરી હતી. 11મેં થી શરૂ કરીને તે 21 બસોથી 750 વર્કર્સને કર્ણાટક અને ઉત્તર પ્રદેશ મોકલી ચુક્યા છે. 10 વધુ બસ બિહાર અને યુપી માટે રવાના થઇ ચૂકી છે. ત્યાં જ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસામમાં સરકાર પાસેથી અનુમતિ મળવાની રાહ જોઈ રહ્યા છે.


આગળના દસ દિવસમાં સૌથી વધુ બસ મુંબઇ થી રવાના થશે. સોનુ સૂદ ના ચાહવા વાળાની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ના ફક્ત પડદા ઉપર એક્ટિંગનો કમાલ પરંતુ અસલ જીંદગીમાં પણ સોનું સુદ એટલા દરિયાદિલ છે. આ જોઈને ફેન્સ સોનુના કામ ના વખાણ કરી રહ્યા છે.

Post a Comment

0 Comments