22 વર્ષ પહેલા ટ્રેન માં થોડાક રૂપિયાનો પાસ લઈને નોકરી શોધતો હતો આ એક્ટર, સાંભવ્યો આ કિસ્સો


સોનુ સુદ નું નામ આજે બધાજ લોકોની જીભ પર છે. કોઈ તેમને ભગવાન કહી રહ્યું છે તો કોઈ તેમને ગરીબો ને ઉગારનાર કહી રહ્યું છે. તેમને લોકડાઉન માં જે રીતે ગરીબો ની મદદ કરી, તેમને જોઈને બધાજ તેમના કામ ના વખાણ કરી રહ્યા છે. એટલુંજ નહિ લોકો એ તેમની મૂર્તિ બનાવવા સુધી ની વાત કહી દીધી છે. એક્ટર એ પ્રવાસીઓ માટે ફ્રી બસ સેવા ની સાથે ખાવા પીવાની વ્યવસ્થા કરી. મુંબઈ માં તે તેવા મજૂરો ને શોધી રહ્યા છે, જે પોતાના ઘરે જવાની ઈચ્છા રાખે છે. એક સમય એવો પણ હતો કે જયારે તે ખુદ મુંબઈ ની લોકલ ટ્રેન માં સફર કરતા હતા, તમામ ધક્કા ને સહન કરતા તે નોકરી ને તલાશ કરતા હતા.

પંજાબ થી તાલ્લુક રાખવા વાળા એક્ટર સોનુ સુદ એ નાગપુર થી ઇલેક્ટ્રોનિક્સ ઈન્જીનીયરનીંગ નો અભ્યાસ કર્યો, પરંતુ હીરો બનવાનું સપનું એ રીતે હાવી થયું હતું કે તે તેમને મુંબઈ સુધી ખેંચી ને લાવ્યું. કહાની તે દિવસ ની છે, જયારે ફિલ્મો માં કામ કરવાનું સપનું લઈને સોનુ સુદ પહેલી વાર મુંબઈ આવ્યા હતા અને એક રૂમ નું ઘર લઈને બસ જેમ તેમ કરીને ગુજારો કરતા હતા.


એટલુંજ નહિ આ રૂમ માં સોનુ એકલા રહેતા ન હતા, પરંતુ 3-4 લોકો તેમની સાથે રહેતા હતા. કામ ની શોધ માં સોનુ લોકલ ટ્રેન પકડીને રોજે સફર કરતા હતા. સોનુ એ ઈન્ટાગ્રામ પર વર્ષ 1998 ના લોકલ ટ્રેન નો પાસ શેયર કર્યો છે, જે બોરીવલી થી ચર્ચગેટ સુધી નો છે.


ફર્સ્ટ ક્લાસ માં 420 રૂપિયા મહિના નો આ પાસ ની મદદ થી તે ઘરે થી નીકળ્યા કરતા હતા. એક વર્ષ પછી તેમને હિન્દી તો નહિ પરંતુ સાઉથ ઇન્ડિયન ફિલ્મ માં કામ મળી ગયું અને સોનુ વર્ષ 1999 માં તેલુગુ ફિલ્મ 'કલ્લાજગાર' થી પોતાના ફિલ્મી સફર ની શરૂઆત કરી. પરંતુ તેમના પછી લગાતાર 4-5 તેલુગુ અને તમિલ ફિલ્મો માં મોકો મળ્યો, પરંતુ વર્ષ 2001 માં તેમને બોલીવુડ એ તેમના માટે દરવાજા ખોલ્યા.


સોનુ ની પહેલી બોલીવુડ ફિલ્મ 'શહીદ-એ-આઝમ', જેમાં તે ભગત સિંહ ની ભૂમિકા માં નજર આવ્યા. ત્યાર બાદ તેમણે ક્યારેય પણ પાછળ ફરીને જોયું નથી. લોકલ ટ્રેન પર સફર કરવા વાળા આ એજ સોનુ સુદ છે જે આજે હજારો લોકો માટે મદદરૂપ બની ચુક્યા છે.


કહી દઈએ કે સોનુ સુદ લગાતાર લોકો ને પોતાનો ફોન નંબર આપી રહ્યા છે જેથી બહાર જવા વાળા લોકો તેમને સીધો સંપર્ક કરી શકે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા પોતાનો નંબર શેયર કર્યો છે. આ પોસ્ટ માં લખ્યું છે, 'મારા પ્યારા શ્રમિક ભાઈઓ અને બહેનો. જો તમે મુંબઈ માં છો અને પોતાના ઘરે જવા ઈચ્છો છો તો કૃપા કરી આ નંબર પર કોલ કરો 18001213711 અને કહો કે તમે કેટલા લોકો છો અને અત્યારે ક્યાં છો અને ક્યાં જવા ઈચ્છો છો.'


હું અને મારી ટીપ જે પણ મદદ કરી શકીશું અમે લોકો જરૂર થી કરીશું. તેમને એક વિડીયો શેયર કરી દેખાડ્યું કે લોકો તેમને કઈ રફ્તાર ની સંપર્ક કરી રહ્યા છે.


તમને એ પણ કહી દઈએ કે સોનુ ઇન્ડસ્ટ્રી ના પહેલા એવા એક્ટર હતા, જે પ્રવાસી મજૂરો ને ઘરે મોકલવાં માટે બસો ની વ્યવસ્થા કરી રહ્યા છે. થોડાક દિવસો પહેલા તેમણે કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકાર ને પરમિશન લીધા પછી થોડાક પ્રવાસીઓ ની યાત્રા અને ખાવાની વ્યવસ્થા કરી તેમને ઘરે મોકલ્યા. એક્ટર ની પહેલ પછી મહારાષ્ટ્ર ના થાણે થી ગુલબર્ગા માટે કુલ દસ બસો રવાના થઇ હતી.


છેલ્લા દિવસો માં મુંબઈ ના વડાલા થી લખનઉ, હરદોઈ, પ્રતાપગઢ અને સિદ્ધાર્થનગર સહીત ઉત્તર પ્રદેશ ના અલગ અલગ ભાગ માટે બસો રવાના થઇ ગઈ છે. તેમના સિવાય બસો ઝારખંડ અને બિહાર જેવા રાજ્યો માટે પણ નીકળી છે. આ પ્રવસીઓ માટે સોનુ વ્યક્તિગત રૂપ થી વ્યવસ્થા કરી અને તમેં ફૂડ પેકેટ પણ આપ્યા.

Post a Comment

0 Comments