આ છે સોનુ સુદ ની ખુબસુરત પત્ની સોનાલી, લગ્ન ના ઘણા વર્ષો પછી પણ રહે છે લાઈમલાઈટ થી દૂર


'દબંગ' ફિલ્મ માં સલમાન ખાન નો પણ પરસેવો પડાવી દેવા વાળા છેદી સિંહ એટલે કે સોનુ સુદ એ બૉલીવુડ માં વધુ વિલેન નો કિરદાર નિભાયો પરંતુ અસલ જિંદગી માં તે કોઈ ફરિશ્તા થી ઓછા નથી. છેલ્લા ઘણા દિવસો થી બૉલીવુડ અભિનેતા સોનુ સુદ લોકડાઉન ના કારણે ફસાયેલા મજૂરો ને ઘરે પહોંચાડવા માં તેમની સંભવ મદદ કરી રહ્યા છે. તે તેમના માટે બસો થી લઈને ખાવા પીવા ની વસ્તુ નો ઈંતજામ કરી રહ્યા છે. એટલા માટે બધીજ બાજુ તેમની ચર્ચા થઇ રહી છે.


અભિનેતા ના રૂપ માં સોનુ સુદ ઘણા પોપ્યુલર છે પરંતુ તેમની ફેમિલી લાઈમલાઈટ થી ઘણી દૂર રહે છે. તો ચાલો જાણીએ કે સોનુ સુદ ના પરિવાર વિષે. પંજાબ ના મોગા માં જન્મેલા સોનુ સુદ ફક્ત હિન્દી નહિ પરંતુ તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મો માં પણ અભિનય કરે છે. સાઉથ થી લઈને બૉલીવુડ સુધી મશહૂર થઇ ચૂકેલા સોનુ સુદ ઇલેક્ટ્રોનિક્સ માં એન્જીનીયરીંગ કરી ચૂકેલા છે.


સોનુ સુદ ની પત્ની નું નામ સોનાલી છે. સોનુ અને સોનાલી એ વર્ષ 1996 માં લગ્ન કર્યા હતા. તેમની બે દીકરી છે. સોનાલી ના બૉલીવુડ થી દૂર દૂર સુધી કોઈ સબંધ નથી. લગભગ એજ કારણ છે કે તે લાઈમલાઈટ થી દૂર રહેવાનું પસંદ કરે છે. સોનુ ફેમિલી મેન છે અને તે હંમેશા બાળકો ની સાથે હોલીડે પર જાય છે.


કહી દઈએ કે સોનુ અને સોનાલી ની મુલાકાત ત્યારે થઇ હતી જયારે તે ઇન્જીનિયરિંગ માં અભ્યાસ કરી રહ્યા હતા. સોનુ જ્યાં પંજાબી છે તો ત્યાંજ સોનાલી સાઉથ ઇન્ડિયન છે. સોનાલી ના વિષે વાત કરતા સોનુ એ કહ્યું હતું કે તે જિંદગી માં આવવા વાળી પહેલી છોકરી છે. સોનુ ને શરૂઆત માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઘણો સ્ટ્રગલ કરવો પડ્યો હતો.


આ મુશ્કેલી ના સમય માં સોનાલી એ સોનુ નો પગલે પગલે સાથ આપ્યો છે. લગ્ન પછી બંને મુંબઈ શિફ્ટ થઇ ગયા. એક ઇન્ટરવ્યૂ માં સોનુ એ પોતાની પત્ની ના વખાણ કરતા કહ્યું હતું 'સોનાલી હંમેશા સપોર્ટિવ રહી છે. પહેલા તે ઇચ્છતી ન હતી કે હું એક્ટર બનું પરંતુ તેને મારા પર ગર્વ છે.'


સોનુ એ પોતાના ફિલ્મ કરિયર ની શરૂઆત વર્ષ 1999 માં તમિલ ફિલ્મ 'કલ્લાજહગર' થી કરી હતી. પરંતુ તેમને સાચી ઓળખાણ 'યુવા' ફીમ થી મળી. ત્યાર બાદ 'એક વિવાહ.. ઐસા ભી', 'જોધા અકબર', 'શૂટઆઉટ એટ વડાલા', 'દબંગ', 'સિમ્બા' એ તેમને ઓળખાણ સાથે કમાણી અપાવી. હાલ સોનુ સુદ પ્રવાસી મજૂરો માટે ભગવાન માનવામાં આવે છે. બધીજ બાજુએ તેમના કામ ના વખાણ કરવામાં આવી રહ્યા છે.

Post a Comment

0 Comments