નવી સ્કીમ હેઠળ 50 લાખ લારી-રેંકડીવાળાને થશે આ લાભ


ઈકોનોમી પેકેજ ના બીજા દિવસે કેન્દ્ર સરકાર સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5 હજાર કરોડ લીકવીડિટી આપવાની જાહેરાત કરી છે, કેન્દ્ર સરકારના આ પગલાથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ ને લાભ મળી શકે છે.

આ સ્કીમને એક મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ ને જણાવ્યું કે પ્રતિ સ્ટ્રીટ વેન્ડર્સ કેન્દ્ર સરકાર 10,000 રૂપિયાનું વર્કિંગ કેપિટલ આપવામાં મદદ કરશે. સરકારે જણાવ્યું કે જે સ્ટ્રીટ વેન્ડર્સ વચ્ચે ડિજિટલ પેમેન્ટ ને પ્રોત્સાહન આપશે, તમને વધારાનો લાભ પણ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે જણાવ્યું કે આ સ્કીમ હેઠળ કોવીડ-19 નો માર સહન કરી રહેલા લારી રેકડી ઉપર ધંધો કરનાર વર્ગને લાભ મળી શકશે. આ નવી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકારા વર્કર્સને લોન આપવાની સુવિધા આપશે. આ સાથે જ વર્કર્સને ક્રેડિટ પેમેન્ટ સારી રહે છે તેમને સરકાર તરફથી રિવાર્ડ પણ આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે ઈકોનોમી રાહત પેકેજની વિસ્તૃત જાણકારી આપી રહ્યા છે. પહેલા દિવસે તેમને નાના અને કુટિર ઉદ્યોગો માટે જાહેરાત કરી છે બીજા દિવસે તેમણે ગરીબ પ્રવાસી મજૂર અને નાના તથા મધ્યમ ખેડૂતો માટે જાહેરાત કરી હતી.

સ્ટ્રીટ વેન્ડર્સ 10 હજાર રૂપિયા સુધીના સ્પેશિયલ ક્રેડિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તેમને દરરોજ ની જરૂરિયાતો માટે તેમની પાસે રોકડ મળતી રહે. 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ ને આ સ્કીમનો લાભ મળશે જેમની આવક ઉપર લોકડાઉન ના કારણે અસર થઈ છે. તો સ્ટ્રીટ વેંડોર્સ ડિજિટલ પેમેન્ટ ને ઉત્તેજન આપે છે તો તે અંગે રિવાર્ડ મળશે. જો દસ હજાર રૂપિયા એડવાન્સ ચૂકવવામાં આ સંજોગોમાં તે અંગે રેકોર્ડ સારા રહે છે તો તેમની લિમિટ પણ વધારવામાં આવશે. સરકાર આ યોજના ઉપર પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. સરકાર દ્વારા એક મહિનાની અંદર આ સ્કીમને રજૂ કરવામાં આવશે.

Post a Comment

0 Comments