ગરમી માં આ બીયા નું જો સેવન કરશો તો થશે ગજબ ના ફાયદાઓ, જાણીલો આજેજ


તમે ગરમી ના દિવસો માં ડ્રિન્ક ફાલુદા, શરબત, કુલ્ફી, મેંગો મિલ્ક શેક વગેરે જેવાં કાલા રંગ ના બીયા જોયા હશે. આ હોય છે સબ્જા ના બીયા એટલે કે તકમરીયા. જે તમને વધુ વજન અને શરીરની ગરમી દૂર કરવામાં મદદ કરે છે.

આ બીયા ને પાણી માં 30 મિનિટ સુધી પલાળી ને રાખો ત્યારબાદ તે કાળા-સફેદ રંગ ના સ્પંજી થઇ જશે અને ફૂલી જશે ત્યારે તેને છાળી ને પાણી ફેંકી દો. બીયા ને ડ્રિન્ક માં નાખી ને સેવન કરી શકો છો.

ભારત થી દુનિયાભર માં ફેલાયેલા આ બીયા નો પ્રયોગ હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે. તો ચાલો તેના ફાયદાઓ વિષે જાણી લઈએ.


તકમરીયા ના ફાયદા


1. તકમરીયા ના બીયા માં પ્રોટીન, ફાઈબર, વિટામિન-A, વિટામિન કે, કાર્બોહાઇડ્રેટ, ગુણકારી ઓમેગા-3 ફેટી એસિડ તેમજ ઘણા મિનરલ્સ હોય છે. આ બીયા ની તાસીર ઠંડી હોય છે. એટલા માટે ગરમી ના ડ્રિન્ક માં તકમરીયા નો ઉપયોગ કરવામાં આવે છે.

2. તકમરીયા ઘણી મગજ ની બીમારી જેવી કે ટેંશન, ડિપ્રેશન, મગજ નો થાક, માઈગ્રેશન ને દૂર કરે છે. તેમના સેવન થી મૂડ સારું થાય છે.

3. આ બીયા પ્રોટીન તમેજ આયરન થી ભરપૂર હોય છે. એટલા માટે તેને ખાવાથી વાળ મજબૂત, ચમકદાર, લાંબા ઘાટા થાય છે અને ઝડપથી વધે છે.

4. આ બીયા માં ઘણા પાચક એંજાઈમ હોય છે જે પાચન તંત્ર ને સ્વસ્થ રાખે છે.

5. તકમરીયા વેઇટ લોસ એટલે કે વજન ઓછું કરવા માં મદદ કરે છે. આ બીયા માં ફાયબર ખુબજ હોય છે. જેમાં ઘણા સમય સુધી ભૂખ લગતી નથી.

6. આ બીયા ના સેવન થી શરીર માં રહેલ ખરાબ તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે. જેનાથી શારીરિક ક્ષમતા વધે છે અને ઘણી નાની મોટી સમસ્યા દૂર થાય છે.


7. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મધ અને તકમરીયા ના બીયા ભેળવીને પીવાથી કિડની, બ્લેન્ડર, યોની ના ઇન્ફેક્શન ઠીક થઇ જાય છે.

8. તકમરીયા ના બોય રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાના ગુણ હોય છે. તેમના સેવન થી સર્દી-જુખામ અને ખાંસી, અસ્થમા જલ્દી ઠીક થઇ જાય છે. એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો થી ભરપૂર આ બીયા ડાયાબીટીશ કંટ્રોલ માં પણ કરે છે.


9. સુતા પહેલા એક ગ્લાસ દૂધ માં તકમરીયા ના બીયા મેળવીને પીવાથી કબજિયા દૂર થાય છે તેમજ ગૈસ થી છુટકારો મળે છે. તકમરીયા પેટ ની બળતરા અને એસીડીટી શાંત કરે છે.

સેવન કઈ રીતે કરવું જોઈએતકમરીયા ના બિયાનું સેવન કરવાની સાચી રીતે તેમને પાણી માં પલાળી ને રાખી મુકવા માં આવે. પાણી માં પલાળેલા આ બીયા ના ફાયદા ઘણા વધી જાય છે. ઠંડા અથવા તો ગરમ પાણી માં 20-30 મિનિટ પલાળવા પર આ બીયા ફૂલી જાય છે. આ જેલી જેવા લાગવા લાગે છે.

રોજે બે ચમચી પલાળેલા તકમરીયા ના બીયા નું સેવન ઘણા પ્રકાર થી ફાયદાકારક માનવામાં આવે છે. તેનો કોઈ સ્વાદ નથી હોતો એટલા માટે અન્ય પ્રકાર ના ભોજન તેમજ ડ્રિન્ક માં ભેળવી ને સેવન કરી શકાય છે.

ઈચ્છો તો શરબત, લીંબુ પાણી, મેંગો શેક, આઈસ્ક્રીમ-કુલ્ફી માં ભેળવી લો અથવા ભોજન અને સલાડ, દહીં માં નાખીને ખાઈ શકો છો.

તકમરીયા ના નુકશાન


નાના બાળકો અને ગર્ભવતી મહિલા ને તકમરીયા ના બીયા નું સેવન કરવું જોઈએ નહિ. જો ગર્ભવતી મહિલા તકમરીયા ના બિયાનું સેવન કરે છે તો તેમાં એસ્ટ્રોજન હાર્મોન નું લેવલ ઘણું ઓછું થાય છે જે નુકશાન પહોંચાડે છે.

નોંધ : ઉપર આપવામાં આવેલી માહિતી સર્વ સામાન્ય છે. કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તમારા ડોક્ટર અથવા તો સલાહકાર ની સલાહ જરૂર થી લેવી.

Post a Comment

0 Comments