50 દિવસ માં તિરૂપતિ ને 400 કરોડ નું નુકશાન, અટકી સ્ટાફ ની સૈલેરી


કોરોના વાયરસ ની મહામારી માં લોકડાઉં ના કારણે દુનિયા ના સૌથી મોટા મંદિર ટ્રસ્ટ તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ ને રોકડ ની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે. સંકટ એટલો વધુ છે કે ટ્રસ્ટ ને પોતાના સ્ટાફ ની સૈલેરી પણ આપી શક્યું નથી. રોજનો ખર્ચ પૂરો કરી શકવા માં પણ મંદિર ના પ્રબંધન ની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન ના દરમિયાન ટ્રસ્ટ ને 400 કરોડ રૂપિયા ના રેવેન્યુ નું નુકશાન થયું છે.

દુનિયાનું સૌથી ધનવાન મંદિર


તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દુનિયાનું સૌથી ધનવાન મંદિર છે. તેમને ચલાવવા વાળું ટ્રસ્ટ ની પાસે 8 ટન સોનું અને 14 હજાર કરોડ રૂપિયાની ફિકસ ડિપોઝીટ છે. તેમ છતાં મંદિરને પોતાના સ્ટાફને સેલેરી દેવા અને રોજ નો ખર્ચ ચલાવવામાં મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

લોકડાઉન માં 300 કરોડ કરી ચુક્યા છે ખર્ચ


ટ્રસ્ટ ના અધિકારીઓનું કહેવું છે કે લોકડાઉન ના દરમિયાન કર્મચારીઓની સેલેરી પેન્શન અને બીજી મદદમાં અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી ચુક્યા છે. પરંતુ હાલમાં આવક બંધ થવાના કારણે થી સ્ટાફને સેલેરી આપવાના પૈસા નથી. ટ્રસ્ટ ગોલ્ડ રિઝર્વ અને 14 હજાર કરોડ રૂપિયાના ફિક્સ ડિપોઝીટ ને ખર્ચ કરવા માંગતી નથી.

51 દિવસથી બંધ છે મંદિર


લોકડાઉનના કારણે થી મંદિર 51 દિવસથી બંધ છે. આ દરમિયાન કોઈપણ પ્રકારનો ચઢાવો મંદિરને નથી મળ્યો. એ સાફ થયું નથી કે દર્શનાર્થીઓ માટે આ મંદિર ફરી ક્યારથી ખોલવામાં આવશે.

ભુગતાન માટે ટ્રસ્ટ પ્રતિબદ્ધ


ટ્રસ્ટ ના ચેરમેન વાયવી સુબ્બા રેડ્ડી એ કહ્યું કે મંદિરના કર્મચારીઓની સૈલેરી અને પેન્શનના ભગુટન માટે ટ્રસ્ટ પ્રતિબદ્ધ છે અને તેમને જરૂર ભુગતાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે અલગ અલગ મદો માં મંદિર ની પાસે 2500 કરોડ રૂપિયા ખર્ચ માટે નક્કી છે.

લોકડાઉન માં કોઈ આવક નથી


ટ્રસ્ટ ના ચેયરમેન વાયવી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે લોકડાઉનમાં મંદિરની આવક સંપૂર્ણ રીતે બંધ છે. તેમણે કહ્યું કે મંદિરની માસિક આવક લગભગ 200થી 220 કરોડ રૂપિયાની વચ્ચે છે. પરંતુ હાલમાં શ્રદ્ધાળુઓ માટે બંધ છે. સામાન્ય દિવસોમાં તિરુપતિ બાલાજી મંદિરમાં 80 હજારથી એક લાખ શ્રદ્ધાળુઓ પહોંચે છે. ત્યાં જ તહેવારના દિવસોમાં લોકોની ભીડ વધી જાય છે.

અનુષ્ઠાન ચાલુ છેઅધિકારીઓનું કહેવું છે કે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ છે, પરંતુ બધા જ દૈનિક અને સપ્તાહિક અનુષ્ઠાન વિધિવત થઈ રહ્યા છે. પૂજા પાઠના કાર્યક્રમો માં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી.

બનાવવામાં આવ્યું હતું હજારો કરોડનું બજેટ

ટ્રસ્ટે ના વિત વર્ષ 2020-21 માટે 3309.89 કરોડ રૂપિયા નું વાર્ષિક બજેટ બનાવવાનો નિર્ણય કર્યો હતો પરંતુ માર્ચ 2020 થી તેમના હૂંડી કલેક્શનમાં 150-175 કરોડ રૂપિયા ની ઉણપ આવી છે.

Post a Comment

0 Comments