ટીવી સિરિયલ ના ચાહકો માટે સારા સમાચાર, ટૂંક સમય માં શરુ થઇ શકે છે શૂટિંગ


હાલમાં લોકડાઉન ના કારણે લોકો ઘરમાં બંધ છે એવું કહી શકાય. કોરોના વાયરસ ના કારણે ટીવી સિરિયલ નું શૂટિંગ પણ બંધ છે જેને કારણે હાલમાં જુના એપિસોડ ટીવી ઉપર બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હવે ટીવી સિરિયલના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ સીરીયલ ના નવા એપિસોડ જોવા મળી શકે છે કારણ કે નવી ગાઇડલાઇન ની સાથે તમામ શૂટિંગ જૂનના અંત સુધીમાં શરૂ થવા જઈ રહ્યા છે.

એકતા કપૂરની સીરિયલ ભાભીજી ઘર પર હે, સોનિ ટિવી રિયાલિટી શો, કેબીસી ટૂંક જ સમયમાં લિમિટેડ ક્રુની સાથે શૂટિંગ શરૂ કરશે. પણ તે માટે FWICE ની ગાઈડલાઈન નું પાલન કરવું ખૂબ જરૂરી છે.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સીને એમ્પ્લોય ના પ્રેસિડેન્ટ બીએન તિવારી એ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમણે દૈનિક કર્મચારીઓ ને ધ્યાનમાં રાખીને પ્રોડ્યુસર્સ સામે કેટલીક શરતો મુકી છે. કોરોનાવાયરસ લાંબા સમય સુધી રહેવાના કારણે તેની સાથે જીવવાની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. કામ તો શરૂ કરવા જ પડશે કારણ કે તેના વિના ક્યાં સુધી ચાલશે. જેથી અમે બધા એ ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે. માસ્ક કઈ રીતે પહેરવા, સેનિટાઇઝર સાથે રાખવું, સેટ ઉપર ઇન્સ્પેક્ટર જે ઈન્ફેક્શન કરશે કે કોણે માસ્ક નથી પહેર્યું જ્યાં સુધી વર્કર ને તેની આદત નહીં પડે ત્યાં સુધી ત્યાં ઇન્સ્પેક્ટર રાખવામાં આવશે.

ત્યારબાદ આ સુવિધા વિશે વાત કરતાં કહ્યું કે જો કોરોનાવાયરસ વર્કરનું મોત થશે તો ચેનલને પ્રોડ્યુસર ને તેના પરીવારને 50 લાખ રૂપિયા નું વળતર અને તેનો મેડિકલ ખર્ચ પણ ઉઠાવશે. એક્સિડન્ટ ડેટ પર 40-42 લાખ પ્રોડ્યુસર આપે છે. પણ કોવીડ-19 માટે 50 લાખ કિંમત રાખી છે. શુટિંગ દરમિયાન સેટ પર 100 અથવા તેનાથી વધુ લોકો હોય છે. પરિસ્થિતિને જોતા હવે 50 લોકો સાથે સેટ ઉપર કામ કરવું પડશે.

તેમજ તેમના ત્રણ મહિના માટે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોએ ઘરે રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે આ લોકોને કોરોનાવાયરસ નો ખતરો વધુ રહે છે. જોબ લોક ન થાય તે અંગે વિચાર કરવાનો છે. એક એમ્બ્યુલન્સ સેટ પર રાખવી જરૂરી છે જેથી ઈમરજન્સી માટે કામ લાગી શકે. હાલમાં ત્રણ મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે.

Post a Comment

0 Comments