આજે વૈશાખ પૂર્ણિમા એ કરો ભગવાન વિષ્ણુ ની પૂજા, જાણો વિધિ, મુહર્ત, મંત્ર તેમજ મહત્વ


વૈશાખ માસના શુક્લ પક્ષની પુર્ણિમા તિથિ વર્ષભરની પૂર્ણિમા તિથિઓ માંથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે વૈશાખ પૂર્ણિમા આજે છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાન ની સાથે કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ભક્તોનાં બધાં જ પાપ નષ્ટ થઈ જાય છે. દુઃખ દૂર થાય છે. દરિદ્રતા થી મુક્તિ મળે છે અને તેમને વૈકુંઠધામમાં જગ્યા પ્રાપ્ત થાય છે. પૂજાથી પહેલાં સ્નાન અને દાનનું મહત્વ છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલું દાન ઘણા ગણું ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ વૈશાખ પૂર્ણિમાના દિવસે પૂજાનું મુહૂર્ત, વિધિ, મંત્ર તેમ જ મહત્વ શું છે?

વૈશાખ પુર્ણિમા મુહૂર્ત

પંચાંગ ના અનુસાર વૈશાખ પુર્ણિમા તિથિ 6 મેં 2020 એ રાત્રે 7:44 વાગ્યે થી પ્રારંભ થઇ. તેમનું સમાપન 07 મેં 2020 ના દિવસે ગુરુવાર એ સાંજે 04:14 વાગ્યે. ભગવાન વિષ્ણુ ની પૂજા પ્રાતઃકાલ અથવા સૂર્યોદય પછી થશે, એવામાં વૈશાખ પૂર્ણિમા ની પૂજા 07 મેં દિવસ ગુરુવાર એ કરવામાં આવશે.


વૈશાખ પૂર્ણિમા નુ મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, દર માહની પૂર્ણિમા તિથિ એ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. બધા જ માસની પૂર્ણિમા શ્રેષ્ઠ વૈશાખ પુર્ણિમા ભગવાન વિષ્ણુને પ્રિય છે. આજના દિવસે પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને ભકતોની મનોકામનાની પૂર્તિ કરે છે. બધા જ સંકટનો નાશ પણ કરે છે.

વૌશાખ પૂર્ણિમા ની પૂજા વિધિ


વૈશાખ પૂર્ણિમાના દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી જળમાં ગંગાજળ મેળવી લો અને સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને પૂજા સ્થાન ઉપર પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ કરીને બેસી જાઓ. હવે એક સાફ ચોકી પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો અને જળથી અભિષેક કરો. ઘી થી ભરેલું પાત્ર તલ અને શક્કર પ્રતિમાની સામે સ્થાપિત કરો. પછી તેમને પુષ્પ, અક્ષત, ચંદન, તુલસી,પંચામૃત, મીઠાઈ, ફળ વગેરે સમર્પિત કરો. દીપ અને ગંધ વગેરે પણ ચઢાવો. તલના તેલનો દીપક પ્રગટાવવો.

પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો ઉચ્ચારણ કરો. હવે તમે વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોત નો પાઠ કરો. અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરો. પૂજા સમાપન પછી પ્રસાદ પ્રિયજનોમાં વિતરણ કરો. શક્કર અને તલનું દાન કરો જેનાથી તમારાથી અજાણ્યાં થઈ ગયેલા પાપોનો નાશ થશે. અંતમાં તમે પણ પ્રસાદ ગ્રહણ કરો.

Post a Comment

0 Comments