1957 માં હીરો બનવા માટે ઘરે થી ભાગ્ય હતા વીરુ દેવગન, દીકરા ને હીરો બનાવીને પૂરું કર્યું સપનું


બોલીવુડના મશહૂર એક્શન ડાયરેક્ટર અને અજય દેવગન (Ajay Devgn) ના પિતા વીરુ દેવગન (Veeru Devgn) ની આજે પહેલી પુણ્યતિથિ છે. 2019માં 27મે ની સવારે તેમનું નિધન થઈ ગયું હતું. વિરુ દેવગન બોલીવુડ ના લગભગ 124 ફિલ્મોમાં ફાઇટ સીન ડાયરેક્શન કર્યા છે. વીરુ દેવગન 14 વર્ષની ઉમરમાં મુંબઈ હીરો બનવા માટે આવ્યા હતા. વર્ષ 1957માં 14 વર્ષના વીરુ દેવગન બોલીવુડ હીરો બનવા માટે થોડાક મિત્રોની સાથે મુંબઇ આવ્યા હતા. મુંબઈ જવા માટે ફ્રન્ટિયર મેલ પકડી લીધી અને વગર ટિકિટ ટ્રેનમાં બેસવા ઉપર ટીટી એ પકડી લીધા. અઠવાડિયા સુધી દોસ્તોની સાથે જેલમાં રહ્યા.


બહાર નિકળવા પર બોમ્બે શહેર અને ભૂખ એ તેમને તોડી નાખ્યા. જ્યાં તેમની સાથે આવેલા થોડાક મિત્રો તૂટીને અમૃતસર પાછા ફરી ગયા પરંતુ વીરુ દેવગન ગયા નહિ. ત્યાં જ ટેક્સીઓ ધોવા લાગ્યા અને કાર્પેન્ટર નું કામ કરવા લાગ્યા. જુસ્સો આવવા પર ફિલ્મ સ્ટુડિયો ના પાછા ચક્કર લગાવવા લાગ્યા.


તેમને હીરો બનવું હતું પરંતુ તેમને જલ્દીથી સમજમાં આવી ગયું કે હિન્દી ફિલ્મો માં જે ચોકલેટી ચહેરો હીરો અને અભિનેતા બનેલા છે. તેમની સામે તેમનો કોઇ પણ ચાન્સ નથી.


તમને કહી દઈએ કે અજય દેવગનના પિતાએ પોતાના કરિયરની શરૂઆત રોટી, કપડા અને મકાન સાથે કરી હતી. લગભગ 124 ફિલ્મોના તે ફાઇટ ડાયરેક્ટર રહ્યા. 1999માં ફિલ્મ હિન્દુસ્તાની કી કસમ ને વીરુ દેવગન એ ડાયરેક્ટ કરી હતી. ખાસ વાત તો એ છે કે તેમાં તેમનો દીકરો એટલે કે બોલિવૂડના સિંઘમ અજય દેવગન નજર આવ્યા હતા.


વર્ષ 1991માં ફિલ્મ ફુલ ઓર કાટે થી તેમના દીકરા એ બોલિવૂડમાં લોન્ચ થયો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી અને વીરુ દેવગન એ 1957માં જે સપનું પોતાના માટે જોયું હતું તે દીકરા અજય દેવગન દ્વારા પૂરું થયું. પિતા હીરો ના બની શક્યા પરંતુ દીકરો છેલ્લા 29 વર્ષોથી બોલિવૂડ સુપરસ્ટાર છે.
કાજલ નો તેમના ફાધર-ઈન-લૉ વીરુ દેવગન ની સાથે ખૂબ જ લગાવ હતો. એકવાર તો તે એવોર્ડ શોમાં પોતાના ફાધર ઈન લો સાથે ગઈ હતી. વીરુ દેવગન ને ઝી સીને એવોર્ડ ના તરફથી લાઈફ લાઈફ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments