દેસી છોકરા ના પ્રેમ માં દીવાની થઇ અમેરિકા ની છોકરી, વિદેશ થી આવીને ગામ માં કરી રહી છે આ કામ


આપણે એવા ઘણા બધા કિસ્સા સાંભળ્યા અને જોયા હશે જ્યાં પ્રેમ માટે વ્યક્તિ કોઇપણ હદ સુધી ચાલ્યો જાય છે. એવી જ એક અનોખી લવ સ્ટોરી હરિયાણાથી સામે આવી આવી છે. જે કોરોના ના કહેરની વચ્ચે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ચર્ચાનો વિષય બનેલી છે. જે એક વિદેશી છોકરી હરિયાણાના છોકરાને પોતાનું દિલ આપી બેઠી છે. તો ચાલો જાણીએ એક દેશી છોકરો અને ગોરી મેમ ની આ લવ સ્ટોરી વિશે.


આ કહાની છે હરિયાણા સોનીપત રહેવાવાળા અમિત સરોહા અને અમેરિકા માં ફ્લોરિડા ની રહેવાવાળી એશ્લીન એલિઝાબેથની. વર્ષ 2018 માં ફેસબુક ઉપર અમિત અને એશ્લીનની મિત્રતા થઈ અને દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઇ ગઇ તેમને ખબર જ ના પડી.


ત્યાર બાદ બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો અને જલ્દી થી જલ્દી લગ્ન કરવાનું વિચાર્યું. પછી શું આ વર્ષે માર્ચ મહિનામાં દેશી છોકરાના પ્રેમમાં દિવાની થયેલી એશ્લીન સાત સમુંદર પાર કરીને સીધી હરિયાણા પહોંચી ગઈ.


સોનીપલ જિલ્લાના બલી કુતુબપુર ગામના રહેવાવાળા અમિતે એશ્લીન સાથે લગ્ન કરવા માટે પોતાના માતા પિતા ની અનુમતિ માંગી. બંનેના ઘરવાળાઓ ની સહમતી પછી બંને ની સગાઈ કરી દેવામાં આવી. સગાઈ પછી લગ્નની રાહમાં લોકડાઉન વચ્ચે આવી ગયું અને બન્નેના લગ્ન અટકેલા છે.


હવે એવામાં અમિતને લોકડાઉં ખુલવાની રાહ જોઈ રહ્યા છે જેનાથી તે કોર્ટ મેરેજ કરી શકે.


એશ્લીનને હરિયાણવી ક્લચર ખુબજ પસંદ આવી રહ્યું છે. તે આ દિવસોમાં લોકડાઉન ના કારણે થી અમિતના ગામ માં રહી રહી છે.


એશ્લીન ગામમાં ભેંસો ને નવડાવવા થી લઈને ઘરના બધા જ કામ કરી લે છે. તેમનું કહેવું છે કે હું પણ ભારતના બધા જ કામ શીખવા ઇચ્છું છું મને ઇન્ડિયન કલ્ચર ખૂબ જ પસંદ છે.


એશ્લીન મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું : ભારત પહેલી વાર આવી છું, અહીંના લોકો ખૂબ જ સારા છે. હું ઘણી ખુશ છું અને લોકડાઉન ખુલવાની રાહ જોઇ રહી છું તેના પછી અમિત સાથે હું લગ્ન કરીશ.


કહી દઈએ કે અમિત હરિયાણાના ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન મીડિયા ટેકનોલોજીથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે.


એશ્લીન જલ સરક્ષણ માટે લોકોને જાગૃત કરવા માટે એક શોર્ટ મુવી બનાવી રહી છે. તેમણે જ્યારે અમિત ના ગામમાં રહેવા ના દરમિયાન જોયું કે અહીંના લોકો ખુબજ પાણી બગાડે છે તો તે તેમને પાણી ની કિંમત સમજાવવા માટે ફિલ્મ બનાવી રહી છે.

સંપૂર્ણ સોનીપલ જિલ્લામાં અમિત અને એશ્લીનના પ્રેમની ચર્ચા થઈ રહી છે. એટલું જ નહીં ગામના લોકોની સાથે હિન્દી પણ શીખી રહી છે.


પોતાના સગાઈના સમયે અમિત સરોહા અને ઘરના પરિવાર ની સાથે એશ્લીન એલિઝાબેથ.

Post a Comment

0 Comments