માતા બનવાની છે કન્નડ એક્ટર ચિરંજીવી સરજા ની પત્ની, બાળક ને જોયા વગર દુનિયા ને છોડી ચાલ્યા ગયા સ્ટાર


કન્નડ અભિનેતા ચિરંજીવી સરજાના અચાનક નિધનને કારણે આખું સાઉથ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. તે સ્પષ્ટ છે કે તેમની પત્ની મેઘના રાજને પતિના ગયાથી ભારે આંચકો લાગ્યો હશે, પરંતુ ચિરંજીવીનું મેઘના માટે ડબલ જટકો છે. કારણ કે તે માતા બનવાની છે. હા, ચિરંજીવીની પત્ની પ્રેગનેન્ટ છે અને તે જલ્દી માતા બનવાની છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, મેઘના અને ચિરંજીવી થોડા સમય માટે પોતાના પ્રશંસકો સાથે આ ખુશી શેર કરવા જઇ રહ્યા હતા. જો કે, ઇન્ડસ્ટ્રીમાં થોડાક ખાસ લોકો પ્રેગ્નેન્સી વિશે જાણે છે.


થોડા દિવસો પહેલા ચિરંજીવી તેમની પત્ની મેઘના સાથે લોકસભાના સાંસદ સુમલથા અંબરીશના ઘરે પણ ગયા હતા જ્યાં તેમણે મેઘનાની ગર્ભાવસ્થા વિશે પણ જણાવ્યું હતું. એક્ટ્રેસ અને દિગજ્જ અભિનેત્રી અને રાજનેતા થારા એ પણ બાળક વિશે વાત કરી હતી કે એવું લાગે છે કે ચિરુએ તેને છોડ્યો નથી, તે આ બાળકના રૂપ માં જલ્દીથી પાછા આવશે. તમને જણાવી દઈએ કે આશરે 10 વર્ષ એક બીજાને ડેટ કર્યા પછી મેઘના રાજ અને ચિરંજીવ સરજાએ બે વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2108 માં લગ્ન કર્યા હતા.


તમને કહી દઈએ કે ચિરંજીવી 39 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. હાર્ટ એટેકને કારણે અભિનેતાનું અવસાન થયું છે. ન્યુઝ એજન્સી આઈએએનએસ અનુસાર, ચિરંજીવીને શનિવારે છાતીમાં દુખાવો થયો હતો. આ સિવાય તેને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. 7 જૂન, રવિવારે ચિરંજીવીને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ આ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

Post a Comment

0 Comments