ધાર્મિક કામો માં કમળ ના ફૂલ ને અધિક મહત્વ શા માટે છે? જાણો આ ફૂલ સાથે જોડાયેલી આ ખાસ વાતો


કમળનું ફૂલ પણ સમૃદ્ધિ અને સુખનું સૂચક છે, તેથી કમળને પુષ્પરાજ નામ પણ આપવામાં આવ્યું છે. જાણો કમળને લગતી વધુ વિશેષ બાબતો.

આટલા માટે વિશેષ છે કમળ નું ફૂલ

ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુની નાભિમાંથી કમળના ફૂલનો જન્મ અને તેના પર બેઠેલા બ્રહ્મા દ્વારા સૃષ્ટિની રચના, કમળનું પોતાનું મહત્વ સાબિત કરે છે.

બ્રહ્મા, લક્ષ્મી અને સરસ્વતીએ કમળના ફૂલને આસાન બનાવ્યું છે. અનેક પ્રકાર ના યજ્ઞ તેમજ અનુષ્ઠાનો માં કમલ ના પુષ્પ ને નિશ્ચિત સંખ્યા માં ચઢાવવા નું વિધાન શાસ્ત્રો માં પણ વર્ણિત છે.

કમળનું ફૂલ કાદવ અને પાણીમાં ઉત્પ્પન થાય છે, પરંતુ તેમાં નિર્લિપ્ત રહીને, તે આપણને પવિત્ર જીવન જીવવા પ્રેરણા આપે છે.

આ એ વાત નું પ્રતીક છે કે ખરાબ ની વચ્ચે રહીને પણ વ્યક્તિ મૌલિકતા તથા શ્રેષ્ઠતા બચાવી રાખી શકે છે.

બૌદ્ધ ધર્મ ના લલિત વિસ્તાર ગ્રંથ માં કમલ ને અષ્ટમંગલ માનવામાં આવ્યું છે. એજ કારણ છે કે પૂજન વગેરે માં કમળ પુષ્પ નું વિશેષ મહત્વ છે.

Post a Comment

0 Comments