આધાર કાર્ડ માં અડ્રેસ અને મોબાઈલ નંબર બદલવા માટે અપનાવો આ સરળ ટિપ્સ


આધારકાર્ડ એક એવું ડોક્યુમેન્ટ બની ચૂક્યું છે જેમની જરૂરિયાત નાના થી નાના અને મોટા થી મોટા કામો માં પડે છે. આજે, બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને પાસપોર્ટ બનાવવા સુધી, ફક્ત આધાર કાર્ડનો ઉપયોગ આઈડી તરીકે થાય છે. આવી સ્થિતિમાં, જો તમે તમારું ઘર અથવા તમારો મોબાઇલ નંબર બદલી રહ્યા છો, તો તમારે પહેલા તમારા આધાર કાર્ડમાં નવું સરનામું અને મોબાઇલ નંબર અપડેટ કરવું આવશ્યક છે. આધાર કાર્ડ પર સરનામું બદલવા અથવા મોબાઇલ નંબર અપડેટ કરવા માટે તમારે એક કલાકની લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી, કારણ કે હવે તમે ઓનલાઇન સેવાની મદદથી ઘરે બેઠા બેઠા મિનિટમાં આ કાર્ય કરી શકો છો. આ માટે UIDAI ની વેબસાઇટ Aashar card Update Online ની સુવિધા ઉપલબ્ધ કરાવવા માં આવી છે.

અડ્રેસ અપડેટ કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે. આમાં પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ, બેંક પાસબુક, રેશનકાર્ડ અને મતદાર આઈડીનો ઉપયોગ કરી શકાશે. આ બધા ડોક્યુમેન્ટની સેલ્ફ અટેસ્ટેડ કર્યા પછી, તમારે સ્કેન કોપિ અહીં અપલોડ કરવાની રહેશે. ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરતા પહેલા આ કામ કરી લો. જેથી તમારો સમય બરબાદ ના થાય.

સરનામું બદલવા માટે આ ટીપ્સને અનુસરો

આધારકાર્ડમાં સરનામું બદલવા માટે, તમારી પાસે મોબાઇલ નંબર હોવો આવશ્યક છે જે તમારા આધાર કાર્ડમાં એડ છે. કારણ કે આ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપી નાખ્યા પછી જ તમે આધારમાં કોઈ ફેરફાર કરી શકશો.

સ્ટેપ 1: આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે, તમારે UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે, જ્યાં આપેલા આધાર કાર્ડ અપડેટ ઓનલાઇન વિકલ્પને ક્લિક કરો. આ પછી, સરનામાં અપડેટ માટે તમારી સામે એક નવી વિંડો ખુલશે, તમારો આધાર નંબર દાખલ કરો અને લોગ ઇન કરો.

સ્ટેપ 2: આધાર નંબર દાખલ કર્યા પછી, તમારા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે, જે પછી પોર્ટલ ખુલશે. પોર્ટલમાં પ્રવેશ કર્યા પછી, ત્યાંના સરનામાં વિકલ્પ પર ક્લિક કરો. આ પછી આધાર અપડેટનું ફોર્મ ખુલશે. માંગેલી જાણકારી ભરો.

સ્ટેપ 3: ફોર્મમાં બધી માહિતી ભર્યા પછી, એકવાર યોગ્ય રીતે તપાસો કે તેમાં કોઈ ભૂલ નથી અને તે પછી Submit Update Request બટનને ક્લિક કરો, અને પ્રક્રિયા પૂર્ણ થઇ જશે.

સ્ટેપ 4: આ પછી, તમને કેટલાક સરનામાંઓને અપડેટ કરવામાં માટે થોડાક ડોક્યુમેન્ટ માંગવામાં આવશે જેમની જાણકારી આગળ પોસ્ટ માં આપવામાં આવી છે. ડોક્યુમેન્ટ અપલોડના વિકલ્પ પર, સ્કેન કરેલી કોપિ અપલોડ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ 5: તમામ સ્ટેપ પૂર્ણ કર્યા પછી, BPO service provider નો વિકલ્પ પસંદ કરો અને ત્યાં Yes બટનને ક્લિક કર્યા પછી અંતિમ સબમિટ કરો. આ પછી, તમારા મોબાઇલ નંબર પર એક અપડેટ રિકવેસ્ટ નંબર આવશે. તમારી પાસે એક્નોલેજમેન્ટ કોપિ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો.

આધારકાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ કરવાની રીત

સરનામાંની જેમ, આધાર કાર્ડમાંનો મોબાઇલ નંબર ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા અપડેટ કરી શકાતો નથી. સુરક્ષાની દ્રષ્ટિએ, આ સુવિધા ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી નથી. તમને કહી દઈએ કે આ માટે પણ તમારે લાઇનમાં રહેવાની જરૂર નથી. તેના બદલે UIDAI વેબસાઇટ પર જાઓ અને અપડેટ ફોર્મ ભરવું પડશે અને તે પછી તમને ઓટીપી મળશે. તે પછી તમારી પાસે એપોઇન્ટમેન્ટ સાથે બુક કરવાનો વિકલ્પ મળશે. એપોઇન્ટમેન્ટ બુક કર્યા પછી, તમે તમારા નજીકના આધાર અપડેટ સેન્ટરની મુલાકાત લઈને તમારો મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો. આ માટે ઓટીપીની જરૂર પડશે.

Post a Comment

0 Comments