આ કહાની એક વાર વાંચો તમને સફળ થતા કોઈ નહિ રોકી શકે

એકવાર એક નાનો છોકરો હતો. જે શરૂવાત થીજ ભણતર માં ખુબજ હોશિયાર હતો. તે પોતાના ક્લાસ માં સૌથી હોશિયાર છોકરો હતો. પરંતુ સમસ્યા ફક્ત એજ હતી કે તે દેખાવ માં સારો ન હતો. હોશિયાર હોવાના કારણે બધાજ લોકો તેના થી જલતા હતા. તેના કારણે બધાજ લોકો તેમને કઈ ને કઈ ખરાબ શબ્દો કહીને તેમનું પ્રદર્શન ખરાબ કરવાની કોશિશ કરતા હતા.

તેના માટે તે લોકો તેમને કેહતા હતા કે તે ખરાબ દેખાય છે અને આ દુનિયામાં તે કઈ પણ નહિ કરી શકે. દિવસો જતા ની સાથેજ તે માનવ લાગ્યો કે તે કઈ પણ નહિ કરી શકે. તે ખુબજ ખરાબ દેખાય છે. તેને બીમારી હોવાના કારણે તે થોડા દિવસો સુધી સ્કૂલ ના જઈ શક્યો.

એક દિવસ તે એક પાડોશી ની સાથે જંગલ માં ગયો. પાડોશી ખુબજ વૃદ્ધ હતા. જંગલ ખુબજ ખતરનાક હતું. ત્યારેજ અચાનક એવું થયું કે ત્યાં રીછ આવી ગયું અને તે છોકરો મદદ માટે બૂમો પાડવા લાગ્યો.  પરંતુ ત્યાં તે નાના છોકરા સિવાય કોઈ ત્યાં હતું નહિ. તેમની પાસે તેમને પચાવવા સિવાય બીજો કોયાંજ ઉપાય હતો નહિ. ત્યારબાદ તે નાના છોકરા એ એક લાકડી લીધી અને રીછ ને મારવા લાગ્યો. થોડાજ સેકંડો પછી રીછ ત્યાંથી ચાલ્યો ગયો.

જીવન પાછું મળવાના કારણે તે પાડોશી એ છોકરા ને ખુબજ ધન્યવાદ કહ્યું. છોકરો પણ તે વૃદ્ધ ની જાન બચાવવા માટે ખુબજ ખુશ હતો. અને તેણે પહેલીવાર આવું સાંભળ્યું હતું કે તેમને કંઈક ખુબજ સારું કામ કર્યું છે. ત્યારે તેમણે વિચાર્યું કે દોસ્તો સાથે બદલો લેવાનો આ એક સારો સમય છે. તે આગળ ના દિવસે તેમના પાડોશી ને તેમની સાથે સ્કૂલે લઈને ગયો. તેણે એ સાબિત કરવાની કોશિશ કરી તે તેણે તે વૃદ્ધ નો જીવ બચાવ્યો અને તે કંઈક મહાન કરી શકે છે.

જ્યારે છોકરો સ્કૂલે પહોંચ્યો ત્યારે બધાજ લોકો બૂમો પાડવા લાગ્યા. લોકો તેનું અપમાન કરવા લાગ્યા. થોડાજ સમય માં શિક્ષક આવી ગયા અને ક્લાસ શરુ થઇ ગયો. ત્યારે તે ક્લાસ માં ઉભો થયો અને તેને શિક્ષક ને નિવદેન કર્યું કે કાલે જે ઘટના બની તે બધા લકો ની વચ્ચે કહી શકે તે બોલવાનો વારો આપે. જયારે તેણે ઘટના કહેવાનું શરુ કર્યું ત્યારે બધાજ લોકો હસવા લાગ્યા અને લોકો વિશ્વાસ કરતા ન હતા.

ત્યારે છોકરા એ પાડોશી ને સત્ય શું છે તે કહેવાનું કહ્યું. પાડોશી એ તેમની સાથે થયેલી બધીજ ઘટના કહી.  તેમણે એ પણ કહ્યું કે આ છોકરો અવિશ્વાશનીય કામ કરી શકે છે. ત્યાં કોઈ ન હતું એટલે તેમને બચાવવા માટે તેની જાન લગાવી દીધી. અને છેલ્લે તે સફળ પણ થયો.

કહાની થી આપણ ને એ શીખવા મળે છે કે બધાજ પાસે એટલીજ ક્ષમતા હોય છે અને તમે જયારે તમારી બધીજ તાકાત લગાવી ડો છો ત્યારે તમને કોઈ અસફળ નથી બનાવી શકતું.

Post a Comment

0 Comments