શું તમને ખબર છે રામાયણ સિરિયલ નું શૂટિંગ ક્યાં થયું હતું? જાણીલો

સીરીયલ રામાયણ ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ઉમરગામ નામના ગામમાં વૃંદાવન નામના સ્ટુડિયોમાં બનાવવામાં આવી હતી, જે હવે એક શહેરના રૂપ માં વિકસિત થઈ ચૂક્યું છે.

તે સમયે અહીં કુદરતી રંગછટા જોતાજ બનતી હતી. અહીં ફક્ત રામાયણ નહિ પરંતુ હમ લોગ અને દાનવીર કર્ણ જેવી સિરીયલો પણ અહીં નિર્માણ કરવામાં આવી છે.

સમુદ્ર ઉપરના પુલના દ્રશ્યોને ફિલ્માંકન કરતી વખતે, રામાનંદ સાગરજીએ જોયું કે અહીંનો સમુદ્ર (એક નાની ટંમ્બ નદીના પ્રવાહને લીધે) ઊંડો વાદળી રંગનો નથી, તેથી તેણે તે દ્રશ્યો માટે ચેન્નઈનો બીચ પસંદ કર્યો.

રામાયણનું શૂટિંગ સતત 550 થી વધુ દિવસ સુધી ચાલ્યું હતું. 78 એપિસોડની આ સિરિયલનો અસલ ટેલિકાસ્ટ રવિવારે સવારે 9:30, 25 જાન્યુઆરી 1979 થી 31 જુલાઈ 1988 સુધી રોજ દૂરદર્શન પર કરવામાં આવતું હતું. તેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં "વિશ્વની સૌથી વધુ જોવાયેલી પૌરાણિક સિરીયલ" તરીકે સૂચિબદ્ધ કરાઈ હતી.

Post a Comment

0 Comments