બાળપણ ના શોખ એ કરોડો ની લકજરી કાર ની કરી કંઈક આવી હાલત

કહે છે કે શોખ સૌથી મોટી વસ્તુ છે, એવામાં ઘણા લોકો ને બાળપણ નો શોખ જવાની સુધી રહે છે. કંઈક એવીજ કહાની મલેશિયાના કારોબારીક ની છે જેણે પોતાની લકજરી કાર ને રમકડાના કાર ની શણગારી નાખી.

ફાઇનૅન્શિયલ જીનિયસ ગ્રુપ ના સીઇઓ અને 34 વર્ષીય કારોબારી સેરી મહાદી બદરૂલ જમાન ને હોટ વિલ્સ ની કાર નો ઘણો શોખ છે. માત્ર 13 વર્ષ ની ઉમર થી તે હોટ વિલ્સ ની કાર ના મિનિએચર ભેગા કરી રહ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેની પાસે લગભગ 5 હજાર મિનિએચર ભેગા થી ચુક્યા હતા.

દાતુક ની ઈચ્છા હતી કે તેની પહેલી કાર માં આ બધીજ નાની કાર લગાવામાં આવે. તેમણે નિર્ણય કર્યો કે 12 વર્ષ પહેલા ખરીદેલી જગુઆર S-Type પર મિનિએચર લગાવામાં આવે. તેમનું કહેવું હતું કે રમકડાં તેમના આખા ઘરમાં ફેલાયેલા રહેતા હતા અને તેને સાચવી રાખવામાં ખુબજ મુસીબત થતી હતી.

દાતુક એ પોતાની કાર પર 4600 મિનિએચર નો ઉપયોગ કર્યો અને ગ્લુ ની મદદ થી રમકડાં ની કાર ને આખી જગુઆર ઉપર લગાવામાં આવી. આ આખી પ્રક્રિયા માં 3 અઠવાડિયા નો સમય લાગ્યો અને લગભગ 3.32 લાખ રૂપિયાનો ખર્ચો પણ થયો. તે કહે છે કે તેને ક્રિયેટિવ આઈડિયા ખુબજ પસંદ છે અને આ જગુઆર સાથે તેનો ભાવાત્મક લગાવ છે.

ત્યાંજ જગુઆર પર ટોય કાર લગાવ્યા પછી તેને એવો ડર છે કે કોઈ તેની ટોય કાર ના ઉખાડી લે. એટલા માટે તે તેણે સુરક્ષિત જગ્યાએજ પાર્ક કરે છે. તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેની કાર સાથે સેલ્ફી લેવા લાગે છે. ઘણા લોકોએ તેમની કાર ખરીદવા માટે તેમનો સંપર્ક પણ કર્યો અને ઘણી રકમ પણ ઓફર કરી.

Post a Comment

0 Comments