શું તમે ઓળખી આ બંને અભિનેત્રીઓ ને? વાયરલ થઇ રહી છે આ તસ્વીર

કરીના કપૂરના ફેન પેજે તાજેતરમાં જ તેની એક થ્રોબેક તસવીર શેર કરી છે. આ તસવીર કરીનાના બાળપણની છે. આમાં તે તેની મોટી બહેન કરિશ્મા કપૂર સાથે ઉભી જોવા મળે છે.

ફોટામાં કરીનાને ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. આ ફોટો ખૂબ જ જૂનો લાગે છે. આ ફોટોમાં કરિશ્મા કપૂર હસતી જોવા મળી રહી છે. એક તરફ કરિશ્માની સ્ટાઇલ ગ્લેમરસ છે તો બીજી તરફ કરીના કપૂર ખાન ખૂબ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે.

કરીના કપૂર ને કરિશ્મા એ પાછળથી પકડી રાખી છે અને આ પિકમાં બંનેની બોન્ડિંગ ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીર સાથેનું કેપ્શન લખ્યું છે - "તમે તમારા બાળપણ વિશે શું ભૂલી શકતા નથી". લોકોને બંનેની આ તસવીર ખૂબ પસંદ કરી રહ્યા છે. કરીના જ્યારે ઇન્સ્ટાગ્રામ પર જોડાઇ છે ત્યારથી તે સતત તેના બાળપણના ફોટા શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા જ કરીનાએ દાદા રાજ કપૂર અને તેની દાદી સાથે એક તસવીર શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર અને કરિશ્મા કપૂરની જોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત છે. બંને આઉટિંગ્સથી લઈને પાર્ટીઓ સુધી જોવા મળે છે અને સારી બોન્ડિંગ શેર કરે છે. બંને પરિવાર સાથે ના સમયનો આનંદ માણે છે.

બંને સગી બહેનો સાથે સારા મિત્ર પણ છે. ઘણીવાર બંને સાથે મસ્તી કરતા જોવા મળે છે. કરિશ્મા કરીના કરતા 6 વર્ષ મોટી છે. આ બંને બહેનોનો અદભૂત પ્રેમ છે. લોકડાઉન દરમિયાન કરીના અને કરિશ્મા મળવા માં અસમર્થ છે. કરીના પરિવારજનો સાથે વીડિયો કોલ પર જ મુલાકાત કરી રહી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીનાની અગાઉની ફિલ્મ અંગ્રેજી મીડીયમ હતી. તે આ ફિલ્મમાં એક કોપની ભૂમિકામાં જોવા મળી હતી. કરીના કપૂરની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડા છે જેમાં તે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

Post a Comment

0 Comments