કોમેડિયન કપિલ શર્મા ની પાંચ સૌથી મોંઘી વસ્તુ, કરોડો નો છે બંગલો તો ચાલે છે આ રોયલ કાર થી

કોમેડિયન કપિલ શર્મા ની પાંચ સૌથી મોંઘી વસ્તુ, કરોડો નો છે બંગલો તો ચાલે છે આ રોયલ કાર થી

સેલિબ્રિટીની ચમકતી જિંદગી જોઈને આપણે ઘણી વાર આશ્ચર્યચકિત થઈએ છીએ. પરંતુ આપણે તેના સેલિબ્રિટી બનવા પાછળના સંઘર્ષોને ભૂલી જઈએ છીએ, જેના દ્વારા સેલિબ્રિટી તેના શાહી જીવનનો આનંદ માણે છે. સેલિબ્રિટી બનવું સરળ નથી, તેના માટે ઘણાં પાપડ વણવા પડે છે. હા, તે પણ સાચું છે કોઈકને તે વારસામાં મળે છે. પરંતુ એક વ્યક્તિ એવી પણ છે જે તે વારસો બનાવવા માં લાગ્યા તે છે કોમેડી કિંગ કપિલ શર્મા.

કોમેડીની દુનિયામાં પોતાનું નામ બનાવનાર કપિલ શર્માને આજે કોઈ પરિચયની જરૂર નથી. આજે કપિલ શર્માએ જે સેલિબ્રિટીનો દરજ્જો મેળવ્યો છે તેના સુધી પહોંચવા માટે ખૂબ જ સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કપિલે પોતાનો સંઘર્ષ શરૂ કર્યો ત્યારે તેની પાસે ઉદ્યોગમાં કોઈ ઓળખ હતી નહિ, તેણે શૂન્યથી કપિલ સુધીની સફર શરૂ કરી અને કોમેડીની દુનિયા પર રાજ કરવાનું શરૂ કર્યું. કપિલે 2007 માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ જીતીને હાસ્ય-મનોરંજનની નવી શૈલીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ શો પછી કપિલે પોતાનો જ શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ લોન્ચ કર્યો હતો અને આજે તે તેના કોમેડી શો દ્વારા દરેક ના દિલની ધડકન બની ગયો છે. આટલું જ નહીં કપિલ કમાણીની બાબતમાં પણ મોટી હસ્તીઓ સાથે ટક્કર કરે છે. તો આજે અમે તમને આ કહાનીમાં કપિલ શર્માની પાંચ સૌથી મોંઘી ચીજો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સૌ પ્રથમ જાણીએ કે 39 વર્ષિય કોમેડિયન કપિલ શર્મા મૂળ પંજાબના છે. કપિલના પિતા જીતેન્દ્ર કમાર પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. જો કે, તે ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. કપિલ શર્માએ વર્ષ 2018 માં તેની કોલેજ મિત્ર ગિન્ની ચત્રથ સાથે લગ્નના પવિત્ર બંધન બંધાયા હાય. તેમના લગ્નની પ્રથમ વર્ષગાંઠના માત્ર બે દિવસ પહેલા એટલે કે 10 ડિસેમ્બર 2019 ના રોજ, તેમની પત્ની ગિન્નીએ એક સુંદર પુત્રી અનૈરા શર્માને જન્મ આપ્યો. તે જ સમયે, 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ કપિલ અને ગિન્ની ફરી એક બાળકના માતાપિતા બન્યા.

ચાલો હવે અમે તમને કપિલ શર્મા અને ગિન્ની ચત્રથની પાંચ સૌથી મોંઘી ચીજો વિશે જણાવીએ.

1. રેંજ રોવર ઇવોક એસડી 4

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર કપિલ શર્માએ 2013 માં રેડ રેંજ રોવર ઇવોક એસડી 4 ખરીદી હતી. તેની કિંમત 50 લાખથી 65 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કાર હવે બંધ થઇ ચુકી છે. તે 2179 સીસીની છે અને ડીઝલ પર ચાલે છે.

2. મર્સિડીઝ બેન્ઝ એસ350 સીડીઆઈ અને વોલ્વો એક્સસી કાર

કપિલ પાસે મર્સિડીઝ બેન્ઝ એસ350 સીડીઆઈ પણ છે, જેની કિંમત 1.19 કરોડ છે. આ સિવાય કપિલ પાસે વોલ્વો એક્સસી કાર પણ છે. આ કારની કિંમત 90 લાખથી 1.3 કરોડ રૂપિયા છે.

3. પંજાબમાં એક ફાર્મહાઉસ

ડીએનએના અહેવાલ મુજબ, કપિલ શર્મા પંજાબમાં એક વૈભવી ફાર્મહાઉસની માલિકી ધરાવે છે, તેની આસપાસ લીલીછમ હરિયાળી જમીન છે. તેમાં સ્વીમીંગ પૂલ પણ છે. તેની કિંમત 25 કરોડ રૂપિયા છે.

4. મુંબઈમાં કપિલ શર્મા દ્વારા એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

ડીએનએના રિપોર્ટ અનુસાર કપિલ શર્માનો મુંબઇમાં લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. આ ફ્લેટની કિંમત 15 કરોડ છે.

5. વેનિટી વેન

કપિલ શર્મા પાસે પોતાની વેનિટી વાન છે, જેની કિંમત 5.5 કરોડ રૂપિયા છે. કપિલની વેનિટી વેન બોલિવૂડની સૌથી મોંઘી વેનિટી વાન છે. તેની વેનિટી વાન સંપૂર્ણ સુવિધા યુક્ત છે.

કપિલ શર્મા અને ગિન્ની ચત્રથની કુલ સંપત્તિ

આજે કપિલ શર્મા અબજો રૂપિયાની માલિકી ધરાવે છે અને બોલિવૂડના ટોપ સ્ટાર્સમાં સ્થાન મેળવે છે. કપિલ એક સફળ કોમેડિયન અને અભિનેતા છે. કપિલ શર્મા અને ગિન્ની ચત્રથની કુલ સંપત્તિની કિંમત આશરે 26 થી 30 મિલિયન ડોલર છે. ભારતીય ચલણમાં કપિલની સંપત્તિનું મૂલ્ય 145 થી 170 કરોડની વચ્ચે છે. કપિલ શર્માની એક વર્ષની કમાણી આશરે 50 કરોડ રૂપિયા છે. કપિલ શર્મા ટીવી પર એક એપિસોડ માટે 60 થી 80 લાખ રૂપિયા લે છે. કપિલ શર્મા દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે. વર્ષ 2018 માં તેણે 15 કરોડથી વધુનો ટેક્સ ભર્યો હતો. તાજેતરમાં તેણે કોરોના સામે લડવા માટે 51 લાખ રૂપિયાની સહાય પણ કરી હતી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *