બીજીવાર માસી બનવા પર ભાવુક થઇ કરિશ્મા કપૂર, શેયર કરી કરીનાના બાળપણ ની તસ્વીર

બીજીવાર માસી બનવા પર ભાવુક થઇ કરિશ્મા કપૂર, શેયર કરી કરીનાના બાળપણ ની તસ્વીર

અભિનેત્રી કરિશ્મા કપૂરને ખુશી નું ઠેકાનું નથી. બહેન કરીના કપૂરના બીજા પુત્રના જન્મ પર પટૌડી પરિવાર અને કપૂર પરિવારમાં ઉત્સવનું વાતાવરણ છે. આ પ્રસંગે, પરિવારના સભ્યો અભિનંદન આપી રહ્યા છે અને ભાવનાશીલ છે. કરિશ્મા કપૂર એ ભાવનાઓ થી ભરેલ ખુબજ પ્યારી તસ્વીર શેયર કરી છે જયારે કરીના ખુદ નવજાત અને પિતાના ખોળામાં હતી.

કરિશ્માએ નાની કરિના કપૂરની થ્રોબેક તસવીર પોસ્ટ કરી છે. પિતા રણધીર કપૂર ના ખોળામાં કરીના કપૂર છે. મોટી બહેન કરિશ્મા કપૂર તેની બાજુમાં બેઠી છે. કરિનાની આ નાની ઉંમરે આંખો ખુલીને તેના પિતા સામે ટુકુર-ટુકુર નજર કરે છે. કરિશ્મા તેના પિતાની બાજુમાં બેસેલી છે અને એક સુંદર સ્મિત સાથે કેમેરા તરફ જોઈ રહી છે. રણધીર કપૂર પણ ખૂબ ખુશ છે. બધા હસીને કેમેરામાં સામે જોઈ રહ્યા છે. આ ખરેખર કરિશ્માના જૂના ખજાનોની ખૂબ જ ખાસ તસવીર છે.

કરિશ્મા કપૂરે આ ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘તે મારી બહેન છે જ્યારે તે પોતે નવજાત હતી અને હવે તે ફરી એકવાર માતા બની ગઈ છે !! અને હું ફરી એક વાર માસી બની ગઈ છું. હું ખૂબ જ ઉત્સાહિત છું ‘. આના પર, તેમના ફોલોવર્સએ ઘણા અભિનંદન આપી રહ્યા છે. ઘણી બધી કમેન્ટ સાથે ખુબ ખુબ શુભેચ્છાઓ આપતા, યુઝર્સએ કહ્યું કે આખા પરિવારને અભિનંદન.

કહી દઈએ કે કરીના કપૂરે રવિવારે સવારે 9 વાગ્યે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેના બીજા બાળકને જન્મ આપ્યો. દિગ્ગજ અભિનેતા રણધીર કપૂરે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેણે સવારે 9 વાગ્યાની આસપાસ એક બાળકને જન્મ આપ્યો છે. હું જલ્દી જ તેની મુલાકાત લઈશ.

કરીના કપૂર અને સૈફ અલી ખાન ચાર વર્ષના તૈમુરના માતા-પિતા છે. ગયા વર્ષે, કરીના કપૂર અને સૈફ અલી ખાને બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કર્યાના થોડા મહિના પછી, કરિશ્માએ બૂમરેંગ પોસ્ટ કરી જેમાં તેણી તેની ગર્ભવતી બહેન સાથે શૂટિંગ માટે તૈયારી કરવા માટે હતી. આ પછી કરિશ્મા બહેન કરીના સાથે જોવા મળતી રહી. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ આવી હતી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *