એયર ઇન્ડિયા ની મહિલા પાયલટ રચશે ઇતિહાસ, દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગ માં ભરશે ઉડાન

એયર ઇન્ડિયા ની મહિલા પાયલટ રચશે ઇતિહાસ, દુનિયાના સૌથી લાંબા હવાઈ માર્ગ માં ભરશે ઉડાન

વિશ્વના સૌથી લાંબી હવાઈ માર્ગે ઉત્તર ધ્રુવથી ઉડાન ભરનાર દેશની પહેલી એર લાઇન કંપની એર ઈન્ડિયા કંપની વધુ એક સિદ્ધિ હાંસલ કરવા જઇ રહી છે. આ સૌથી લાંબી રૂટ પરથી એર ઇન્ડિયાની મહિલા પાઇલટ્સની ટીમ ઉડાન ભરવાની છે. આ એર ઈન્ડિયાની ટીમ સાન ફ્રાન્સિસ્કોથી ઉડાન ભરશે અને લગભગ 16 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યા પછી 9 જાન્યુઆરીએ બેંગ્લોર પહોંચશે.

એર ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર ધ્રુવની ઉપર ઉડવું ખૂબ પડકારજનક છે અને એરલાઇન કંપનીઓ આ માર્ગ પર તેમના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી પાઇલટ્સને મોકલે છે. એર ઇન્ડિયાએ આ કામ માટે જે ટીનની નિયુક્તિ કરી છે તેમાં ફક્ત મહિલાઓ જ છે. કેપ્ટન ઝોયા અગ્રવાલ આ ફ્લાઇટના કમાન્ડિંગ ઓફિસર હશે. કેપ્ટન અગ્રવાલ અને તેની ટિમના સાથી 9 જાન્યુઆરીએ ઇતિહાસ રચવા માટે ઉત્સાહિત છે.

બોઇંગ -777 ઉડાવવા વાળી વિશ્વની સૌથી યુવા પાઇલટ છે કેપ્ટન અગ્રવાલ

ઉત્તર ધ્રુવ પર સૌથી લાંબી ઉડાન પૂર્ણ થતાં કેપ્ટન અગ્રવાલના રેકોર્ડની નોંધમાં બીજી ઉપલબ્ધિનો ઉમેરો થશે. 2013 માં, તેણે બોઇંગ -777 ઉડાન ભરી હતી અને આ વિમાન ઉડાનમાં સૌથી યુવા મહિલા પાઇલટ બની હતી. તેણે કહ્યું, ‘બોઇંગ -777 ઉડાન કરનારી હું વિશ્વની સૌથી યુવા મહિલા કમાન્ડર છું. મહિલાઓએ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, ભલે પછી તેની સામે ગમે તેટલી સમસ્યા હોય. ‘

આ એક એવું સ્વપ્ન છે જે સાકાર થવા જઇ રહ્યું છે: કેપ્ટન ઝોયા અગ્રવાલ

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, કેપ્ટન ઝોયા અગ્રવાલે કહ્યું, ‘મને ગર્વ છે કે મારી ટીમે કેપ્ટન પાપાગારી, આકાંક્ષા સોનાવને અને શિવાની મન્હાસ જેવા કપ્તાન અનુભવી છે. આ પહેલીવાર છે જ્યારે પાઇલટ્સની આ ટીમ ઉત્તર ધ્રુવની ઉપર ઉડાન ભરે છે, જેમાં ફક્ત મહિલાઓ હશે અને એક રીતે ઇતિહાસ રચશે. તે કોઈપણ પ્રોફેશનલ પાઇલટનું સ્વપ્ન જેવું છે જે સાકાર થવાનું છે. ‘

ઉત્તર ધ્રુવ ઉપર ઉડવું અત્યંત મુશ્કેલ છે, જરૂર હોય છે કૌશલ્ય અને અનુભવની

આ મિશન પૂરું થતા કેપ્ટન અગ્રવાલ એર ઇન્ડિયાની પહેલી મહિલા કમાન્ડર બનશે, જેમણે ઉત્તર ધ્રુવની ઉપરથી ફ્લાઇટ ચલાવી હશે. નિષ્ણાતોના મતે ઉત્તર ધ્રુવ ઉપર ઉડવું એ એકદમ જટિલ કાર્ય છે અને તેમાં ઘણું કૌશલ્ય અને અનુભવની જરૂર પડે છે. જો કે, અગાઉ એર ઇન્ડિયાના પાઇલટ્સ આ કામ કરી ચુક્યા છે, પરંતુ પહેલીવાર મહિલા પાઇલટ આ કામગીરી કરશે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *