એશ્વર્યા રાયથી જુહી ચાવલા સુધી, બ્યુટી કોન્ટેસ્ટ જીતી ફિલ્મોમાં આવી હતી આ અભિનેત્રીઓ

એશ્વર્યા રાયથી જુહી ચાવલા સુધી, બ્યુટી કોન્ટેસ્ટ જીતી ફિલ્મોમાં આવી હતી આ અભિનેત્રીઓ

જુહી ચાવલાએ વર્ષ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. મિસ ઈન્ડિયા બન્યા બાદ જ જૂહીએ ફિલ્મ બીવી હો તો ઐસી દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમને તેમની અસલી ઓળખ ફિલ્મ કયામત સે કયામત તકથી મળી હતી.

સુષ્મિતા સેન મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. મિસ યુનિવર્સ બન્યા બાદ સુષ્મિતાએ ફિલ્મ દસ્તકથી ડેબ્યૂ કર્યું હતું.

ઐશ્વર્યા રાય બચ્ચન પણ બ્યુટી ક્વીન રહી ચુકી છે. તેણે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. તે પછી, તેણે ફિલ્મ ઔર પ્યાર હો ગયા દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો.

બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરનાર પ્રિયંકા ચોપરા મોડલિંગની દુનિયામાં પણ એક મોટું નામ હતું. તેણે વર્ષ 2000માં મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કર્યો હતો.

લારા દત્તા વર્ષ 2000માં મિસ યુનિવર્સ બની હતી. લારા દત્તાએ મિસ યુનિવર્સ બન્યા બાદ જ અંદાજ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *