કોઈએ 5 વર્ષતો કોઈએ 15 વર્ષ, જયારે માતા બનવા પર ઈન્ડસ્ટ્રીથી આટલા વર્ષો માટે દૂર થઇ ગઈ હતી એક્ટ્રેસ

માં એક માં હોય છે, પછી ભલે તે સામાન્ય ગૃહિણી હોય અથવા બોલિવૂડ અભિનેત્રી. માતા બન્યા પછી, સૌની પ્રથમ અગ્રતા બાળકની સંભાળ રાખવી છે. આજે આ લેખમાં, અમે તમને આવી બોલિવૂડ અભિનેત્રીઓ વિશે જણાવીશું, જેમણે લાંબા સમય સુધી બાળકોને ઉછેરવાના હેતુથી બોલિવૂડની કારકીર્દિથી દૂર રાખી હતી.
શ્રીદેવી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર શ્રીદેવીએ માતા બનતા પહેલા 1997 માં આવેલી ફિલ્મ ‘જુદાઇ’માં કામ કર્યું હતું. તે જ વર્ષે શ્રીદેવીએ જાહ્નવીને જન્મ આપ્યો, અને ત્રણ વર્ષ પછી, ખુશીનો જન્મ વર્ષ 2000 માં થયો હતો. શ્રીદેવીએ તેની બંને પુત્રીના ઉછેર માટે ઇન્ડસ્ટ્રીમાંથી સંપૂર્ણ 15 વર્ષનો વિરામ લીધો હતો. ત્યારબાદ શ્રીદેવીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 2012 ની ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ થી પુનરાગમન કર્યું હતું.
એશ્વર્યા રાય બચ્ચન: 2011 માં આરાધ્યાના જન્મ સાથે, એશ્વર્યાએ પણ ઉદ્યોગથી 4 વર્ષનો વિરામ લીધો હતો. જે પછી 2015 એશ્વર્યા એ ફિલ્મ ‘જજબા’ થી કમબેક કર્યું હતું.
માધુરી દીક્ષિત: માધુરી વર્ષ 1999 માં ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા પછી પણ લાંબા સમય સુધી ફિલ્મોમાં સક્રિય હતી. જોકે, માધુરીએ પુત્રો અરિન (2003) અને રિયાન (2005) ના જન્મ પછી ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. જે બાદ તેણે 2007 માં આવેલી ફિલ્મ ‘આજા નચલે’ થી ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી.
કાજોલ: વર્ષ 2003 માં પુત્રી ન્યાસાના જન્મ પછી, કાજોલે ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો અને 2006 માં આવેલી ફિલ્મ ‘ફના’ થી બોલિવૂડમાં કમબેક કર્યું. આ પછી, 2010 માં પુત્ર યુગના જન્મ સમયે, કાજોલે ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો અને 5 વર્ષ પછી એટલે કે 2015 માં તે ‘દિલવાલે’ થી પાછી ફરી.