ઐશ્વર્યા શર્માએ પ્યારના રંગોથી સજાવ્યું છે નીલ ભટ્ટનું ઘર, અહીં જુઓ ઇનસાઇડ તસવીરો

ટીવી સીરીયલ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ટીવી સીરીયલ ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ ની લીડ સ્ટાર ઐશ્વર્યા શર્માએ થોડા મહિના પહેલા તેના કો-સ્ટાર નીલ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. ટીવી ઈન્ડસ્ટ્રીના આ ફેમસ કપલ લગ્ન બાદ તેમની નવી લાઈફને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. જેની ઝલક આ સ્ટાર કપલ અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપે છે. ઐશ્વર્યા શર્મા પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લગ્ન પછી તેના ઘરની કેટલીક તસવીરોએ આપણું ધ્યાન ખેંચ્યું. અહીં જુઓ આ સ્ટાર કપલના ઘરની અંદરની તસવીરો.
ટીવી સિરિયલના સ્ટાર્સ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ લગ્ન બાદ તેમના ઘરે શિફ્ટ થઈ ગયા છે. જેની ઝલક આ સ્ટાર કપલે આ તસવીરો દ્વારા આપી હતી.
આ તસવીરો દ્વારા ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના ઘરની દિવાલોના રંગ વિશે માહિતી આપવામાં આવી છે. સ્ટાર કપલે દિવાલો માટે પેસ્ટલ રંગો પસંદ કર્યા છે.
ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે આ ખૂબ જ સુંદર ફોટોશૂટમાંથી ચાહકોને તેમના બેડરૂમની ઝલક બતાવી.
હાલમાં જ અભિનેત્રી ઐશ્વર્યા શર્માએ પોતાના ઘરની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં એક્ટ્રેસના ઘરના સિમ્પલ ઈન્ટિરિયર વિશે જાણકારી મળી છે.
આ તસવીર દ્વારા અભિનેત્રી ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના ઘરના ડ્રોઈંગ રૂમની ઝલક આપવામાં આવી છે. જેને જોઈને ખબર પડે છે કે અભિનેત્રીએ આ રૂમને ખૂબ જ સુંદર રીતે સજાવ્યો છે.