આ કારણથી 45 ની ઉમરમાં પણ સિંગલ રહી ગયા અક્ષય ખન્ના, એશ્વર્યા-કરિશ્માં સાથે થવાના હતા લગ્ન

વિનોદ ખન્નાનો પુત્ર અક્ષય ખન્ના બોલિવૂડમાં તેની જોરદાર અભિનય માટે જાણીતા છે. આપણે બધા તેમને ‘હિમાલય પુત્ર’, ‘તાલ’, ‘દિલ ચાહતા હૈ’, ‘આ અબ લૌટ ચલે’, ‘બોર્ડર’, ‘હલચલ’, ‘હંગામા’, ‘નકાબ’, ‘હમરાજ’, ‘મોહબ્બત’, ‘આપ કી ખાતિર’, ‘દિવાનગી’, ‘ગાંધી માઈ ફાધર’ અને ‘દહક’ જેવી ફિલ્મોમાં જોઇ ચૂક્યા છે. તે છેલ્લે ‘સેક્શન 375’ માં જોવા મળ્યા હતા.
હાલમાં અક્ષયનું બોલિવૂડ કરિયર ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તેની લવ લાઇફ પણ તે જ સ્થિતિમાં છે. તે 45 વર્ષના છે અને હજુ પણ ઘરમાં એકલો છે. એવું નથી કે તેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈને પ્રેમ ન કર્યો હોય. ઉલટાનું તેમનું ત્રણ મોટી અભિનેત્રીઓ સાથે અફેર રહી ચૂક્યું છે. પરંતુ તે લગ્ન સુધી ન પોંહચીયું.
અક્ષયે ખન્ના – એશ્વર્યા રાય
બંનેએ ‘આ અબ લૌટ ચલે’ અને ‘તાલ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ‘આ અબ લૌટ ચલે’નું શૂટિંગ અમેરિકા માં થયું હતું. ત્યારે આ બંને એકબીજાની ખૂબ નજીક આવ્યા હતા. એશ્વર્યા પણ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી. તેમનો સંબંધ લગભગ એક વર્ષ ચાલ્યો. એશે એ પછી ‘હમ દિલ દે ચૂકે સનમ’ સાઇન કરી જેમાં સલમાન ખાનની એન્ટ્રીએ અક્ષયનું પાનું કાપી નાખ્યું.
અક્ષય ખન્ના – કરિશ્મા કપૂર
રણધીર કપૂર તેની પુત્રી કરિશ્માના લગ્ન અક્ષય સાથે કરવા માંગતા હતા. તેણે પુત્રીનો સંબંધ વિનોદ ખન્ના પાસે પણ મોકલ્યો હતો. વિનોદ ખન્નાને આ સંબંધ અંગે કોઈ વાંધો નહોતો, જોકે કરિશ્માની માતા બબીતા પુત્રીના વહેલા લગ્નથી નાખુશ હતી. ત્યારે કરિશ્મા તેની કારકિર્દીના શિખરે હતી. આવી સ્થિતિમાં બબીતા ઇચ્છતી ન હતી કે લગ્નને કારણે કરિશ્માની કારકિર્દી બરબાદ થાય. તેથી કરિશ્મા અને અક્ષય લગ્ન કરી શક્યા નહીં.
અક્ષયે ખન્ના – રિયા સેન
અક્ષય ખન્ના અને રિયા સેનનું અફેર તેમની કારકિર્દીની શરૂઆતમાં પણ સરસ ચાલ્યું હતું. બંનેએ થોડાં વર્ષો સુધી એક બીજાને ડેટ કરવાનું ચાલુ રાખ્યું. જો કે, તેઓ પછી છુટા પડી ગયા હતા. જ્યારે અક્ષયને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે રિયા મેરેજ મટીરીયલ નથી.
અક્ષય ખન્ના અત્યાર સુધી એકલા છે
એક વાર એક ઇન્ટરવ્યૂમાં અક્ષયે ખુદ કહ્યું હતું કે તે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી શકતા નથી. તે લગ્નની જવાબદારીથી ડરે છે. તેથી તેમના લગ્નમાં કોઈ રસ નથી. આ જ કારણ છે કે 45 વર્ષની ઉંમરે પણ અક્ષય સિંગલ છે.