અનંત અંબાણીની રુમર્ડ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટની માતા શૈલાની સાથે ના જોયેલી ફોટો આવી સામે

ભારતના સૌથી ધનાઢ્ય અંબાણી પરિવારમાં જે પણ ફંકશન થાય છે તે ભવ્ય રીતે કરવામાં આવે છે. આ પરિવારમાં જ્યારે પણ કોઈ ફંક્શન હોય છે ત્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ જાય છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીના લગ્ન હોય કે પછી આ પરિવારમાં કોઈ પણ સમારોહ હોય, દરેક જગ્યાએ એક અલગ જ ધૂમ જોવા મળે છે.
જોકે, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી દરરોજ સમાચારોમાં રહે છે. તાજેતરમાં, અનંત લાઇમલાઇટમાં આવવાનું કારણ તેની રુમર્ડ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ હતી. રાધિકા મર્ચન્ટને ‘મિલેનિયમ ઈન્ફ્લુએન્સર’ તરીકે ઓળખવામાં આવે છે. તેનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ દરેકને પસંદ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રાધિકા અને અનંતે 2019માં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી.
કદાચ કેટલાક લોકોને ખબર નહીં હોય કે રાધિકા મર્ચન્ટ ‘એન્કોર હેલ્થકેર’ ના CEO અને વાઇસ ચેરમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે. તેણે ‘બીડી સોમાની ઈન્ટરનેશનલ સ્કૂલ’ માંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત, રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. ભારત પાછા આવ્યા પછી, તેણે 2017 માં રિયલ એસ્ટેટ ફર્મ ‘ઇસપ્રવા’ માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું. તાજેતરમાં, રાધિકા મર્ચન્ટની તેની માતા શૈલા મર્ચન્ટ સાથેની એક નાજોયેલી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં સુંદર રાધિકાએ ધારીદાર ટોપ પહેરી છે જ્યારે તેની માતાએ સફેદ શર્ટ પહેર્યો છે. ફોટામાં આ મા-દીકરીની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
ગયા વર્ષે રાધિકા મર્ચન્ટના જન્મદિવસ પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે અંબાણી પરિવાર સાથે લંડનમાં પોતાનો ખાસ દિવસ ઉજવી રહી હતી. વીડિયોમાં રાધિકા મુકેશ અંબાણીને કેક ખવડાવતી જોવા મળી હતી. આ સિવાય અનંત અંબાણી, આકાશ અંબાણી, ઈશા અંબાણી અને નીતા અંબાણી પણ ત્યાં હાજર હતા.
View this post on Instagram
આ વાયરલ ફોટોમાં રાધિકા તેની માતા સાથે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.