તૈમુર અલી ખાન થી લઈને આરાધ્યા બચ્ચન સુધી, આ છે બૉલીવુડ ના સૌથી પોપ્યુલર સ્ટારકિડ્સ

તૈમુર અલી ખાન થી લઈને આરાધ્યા બચ્ચન સુધી, આ છે બૉલીવુડ ના સૌથી પોપ્યુલર સ્ટારકિડ્સ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા માતા બની ગઈ છે. તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આ સાંભળ્યા પછી તેના અને અનુષ્કાના ચાહકો ખુબજ ખુશ છે. આ વર્ષની શરૂઆતમાં સ્ટારકીડના આગમનથી ચાહકો ખૂબ જ ખુશ છે. દરેક જણ એક ઝલક જોવા માંગે છે. સ્ટારકિડ્સ હંમેશાં ચર્ચાનો વિષય બને છે. ચાલો એક નજર કરીએ ક્યૂટ સ્ટારકીડ્સ પર જેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

તૈમૂર અલી ખાન: કરીના કપૂર અને સૈફ અલી ખાનનો પુત્ર તૈમુર અલી ખાન તેના જન્મથી જ ચર્ચામાં આવ્યો હતો. તે હવે 4 વર્ષનો થઈ ગયો છે, પરંતુ જ્યાં પણ જાય છે, ફોટોગ્રાફરો તેમની એક ઝલક મેળવવા તલપાપડ થાય છે. તેમાં કોઈ શંકા નથી કે તૈમૂર સૌથી લોકપ્રિય સ્ટારકીડ્સમાંથી એક છે.

ઇનાયા નૌમી ખેમુ: તૈમૂરની કઝીન ઇનાયા પણ ક્યૂટ સ્ટારકીડ્સની સૂચિમાં શામેલ છે. ત્રણ વર્ષીય ઇનાયાની ક્યૂટ તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ઇનાયા તૈમૂરથી માંડ નવ મહિના નાની છે.

અબરામ ખાન: શાહરૂખ ખાનનો પુત્ર અબરામનો જન્મ 2013 માં થયો હતો. તે 7 વર્ષનો છે. અબરામ શાહરૂખ-ગૌરીનો સૌથી નાનો બાળક છે. તેનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.

આરાધ્યા બચ્ચન: અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા પણ ખૂબ લોકપ્રિય સ્ટારકીડ્સમાંની એક છે. 16 નવેમ્બર, 2011 ના રોજ મુંબઇમાં જન્મેલી આરાધ્યા એશ-અભિષેકની પહેલી સંતાન છે.

નિતારા કુમાર: અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની પુત્રી નિતારા પણ એક લોકપ્રિય સ્ટારકીડ છે. તે હંમેશાં તેના માતાપિતા સાથે જાહેરમાં જોવા મળે છે. નિતારા કેમેરાથી શરમાય છે અને તેનો ચહેરો છુપાવે છે. તેનો જન્મ 2012 માં થયો હતો.

સમિષા શેટ્ટી: શિલ્પા શેટ્ટીની નાની પુત્રી સમીષા પણ ખૂબ જ સુંદર સ્ટારકીડ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, સરોગેસી સાથે સમિષાનો જન્મ થયો હતો. જન્મ પછી ઘણા સમય બાદ શિલ્પાએ સોશ્યલ મીડિયા પર પુત્રીની પહેલી ઝલક બતાવી હતી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *