લગ્નના પછી એક્ટિંગ છોડવા માંગતી હતી અનુષ્કા શર્મા, વરાયલ થઇ રહ્યો જૂનો વિડીયો

બોલિવૂડની બબલી ગર્લ અનુષ્કા શર્મા અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ અનુષ્કા એક વહાલી દીકરી વામિકાની માતા પણ બની ગઈ છે. આ દિવસોમાં અનુષ્કા તેની માતૃત્વની મજા લઇ રહી છે સાથે જ તે કામ પર પણ ફરી રહી છે. દરમિયાન, અનુષ્કાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે લગ્ન પછી કામ પર જવા અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
અનુષ્કા શર્મા ઘણાં વર્ષો પહેલા સિમી ગરેવાલના ચેટ શોમાં આવી હતી અને તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો વિશે વાત કરી હતી. આ સમય દરમિયાન, તેમણે લગ્ન વિશે પોતાનો અભિપ્રાય શેર કર્યો હતો. અનુષ્કાએ કહ્યું હતું કે, ‘લગ્ન મારા માટે ઘણાં અર્થ છે. મારે લગ્ન કરવાં છે, સંતાન કરવા માંગુ છું અને હું લગ્ન કરીશ ત્યારે હું કામ પર પાછી ના પણ ફરું.’
હવે અનુષ્કા શર્માનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનુષ્કાએ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને તેની કારકિર્દીમાં લાંબો વિરામ પણ લીધો હતો, પરંતુ અનુષ્કાએ તેની કારકિર્દી છોડી નથી. અનુષ્કા ભલે અભિનયથી થોડી દૂર હોય, પરંતુ તેની પ્રોડક્શન હાઉસમાંથી ઘણી ફિલ્મો અને સિરીઝ બની રહી છે.
અનુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો પણ દિવસે ખૂબ જ વાયરલ થાય છે. થોડા દિવસો પહેલા તેણે સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી જેમાં તેમની પુત્રી વામિકા તેના નાના ના ખોળામાં રમતી જોવા મળી હતી. આ તસવીરને ચાહકોએ ખૂબ પસંદ કરી હતી.
આ પહેલા વિરાટ કોહલીને તેની લવિંગ પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે પુણે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અનુષ્કાએ તેની પુત્રીને ખોળામાં લીધી હતી અને પુત્રીનો ચહેરો સંપૂર્ણપણે ટુવાલથી ઢંકાયેલો હતો. વિરુષ્કાની આ તસવીર પર ચાહકોએ પ્રેમ લુટાવ્યો હતો.