સોનાની ચમકતી સૂરજની કિરણોમાં અનુષ્કા શર્માએ શેયર કરી ક્યૂટ તસ્વીર, વિરાટને પણ આવ્યો પ્રેમ

સોનાની ચમકતી સૂરજની કિરણોમાં અનુષ્કા શર્માએ શેયર કરી ક્યૂટ તસ્વીર, વિરાટને પણ આવ્યો પ્રેમ

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર અવારનવાર એક્ટિવ રહે છે, તાજેતરમાં તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સૂર્યના કિરણો સાથે રમતી તસવીરો શેર કરી હતી, જેને જોઈને વિરાટ કોહલી પોતાની જાતને કોમેન્ટ કરવાથી રોકી શક્યો નહીં. અનુષ્કાના આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને તેઓ તેના પર જોરદાર કમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

અનુષ્કાએ સૂર્યના કિરણો સાથેનો ફોટો કર્યો શેર

અનુષ્કાએ શેયર કરેલા ફોટામાં, તેણે બ્લેક ફુલ સ્લીવ આઉટફિટ પહેર્યો છે, તેની પાછળ ઉગતા સૂર્યના કિરણો સોનાની જેમ ચમકતા જોવા મળે છે. આ ફોટોમાં તે ખૂબ જ આકર્ષક સ્મિત કરતી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, “સૂરજ ચમકતો હતો, હવામાન ખૂબ જ સરસ હતું. મારે પોઝ આપવાનું હતું, કંઈક પોસ્ટ કરવું હતું.” તેની આ તસવીરો દરેકનું દિલ જીતી રહી છે. આના પર કોમેન્ટ કરતાં એક ફેને ‘સો ક્યૂટ’ લખ્યું, જ્યારે બીજા ફેને કોમેન્ટ કરતી વખતે ‘ક્યૂટ ફેમિલી’ લખ્યું.

વિરાટે અનુષ્કાના ફોટા પર કરી કમેન્ટ

વિરાટ કોહલીએ પણ અનુષ્કાના આ ક્યૂટ ફોટા પર કોમેન્ટ કરી હતી અને તેણે અનુષ્કા માટે ત્રણ રેડ હાર્ટ ઈમોજીસ કમેન્ટ કરી હતી. આ પહેલા પણ અનુષ્કાએ સ્વિમિંગ પુલમાં પોતાના ફોટા શેર કર્યા હતા. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ દિવસોમાં અનુષ્કા શર્મા તેની પુત્રી વામિકા અને પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે, તે છેલ્લે શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી, ચાહકો ફરી એકવાર તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે.

Kiyan Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *