અર્જુન કપૂર એ બધાની સામે દેખાડ્યો લેડીલવ મલાઈકાઅરોડા માટે પ્રેમ, ફૈન્સનું દિલ જીતી રહ્યો છે આ વિડીયો

અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલીવુડના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેણે બે વર્ષ પહેલા જ તેમના સંબંધોની સત્તાવાર ઘોષણા કરી હતી અને ત્યારબાદથી તે બંને તેમના પ્રેમને લઈને ચર્ચામાં છે. ત્યારથી, બંને ઘણીવાર સાથે દેખાય છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
હવે ફરી એકવાર બંને એક સાથે દેખાયા છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં મલાઈકા એકદમ અદભૂત જોવા મળી રહી છે. તેણે ફૂલો સાથે હળવા રંગની સફેદ જાકીટ પહેરી છે. આ સાથે તેણે રંગીન ક્રોપ ટોપ સાથે શોર્ટ પહેર્યો છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
ડેપર જોવા મળ્યા અર્જુન કપૂર
ત્યાં જ વાત કરીએ, અર્જુન કપૂરના બ્લેક શર્ટ અને બ્લુ ડેનિમમાં જોવા મળી રહ્યો છે. બંને એક સાથે સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો પાપારાઝી માનવ મંગલાનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે મુલાકાત બાદ અર્જુન કપૂર આગળ આવી રહ્યો છે અને મલાઈકા પાછળ આવી રહી છે.
View this post on Instagram
અર્જુને દિલ જીતી લીધું
અર્જુને મલાઇકા માટે કારનો દરવાજો ખોલ્યો અને તેને બેસાડે છે. આ પછી, અર્જુન આગળ વધે છે અને તેની કારમાં બેસે છે. અર્જુનની આ વર્તણૂક મલાઈકા સાથે લાખો લોકોના દિલ જીતી રહી છે. અર્જુન મલાઈકાને ખૂબ માન આપે છે. લેડીલવ પ્રત્યેનો આ પ્રેમ જોઈને તેના ચાહકો પણ તેમની પ્રશંસા કરી રહ્યા છે.
તાજેતરમાં જ મલાઇકાએ પણ ખુલાસો કર્યો હતો કે તે અને અર્જુન લોકડાઉન સમયગાળા દરમિયાન સાથે હતા. આ પછી, તે બંને ગોવામાં એક સાથે નવા વર્ષના વેકેશનની ઉજવણી કરવા ગયા હતા.