બચ્ચન પરિવારના યુરોપ હોલીડે ની તસ્વીર થઇ વાયરલ, જયા બચ્ચન સ્કર્ટ અને ઐશ્વર્યા શોર્ટ ડ્રેસમાં થઇ સ્પોટ થઇ હતી

બચ્ચન પરિવારના યુરોપ હોલીડે ની તસ્વીર થઇ વાયરલ, જયા બચ્ચન સ્કર્ટ અને ઐશ્વર્યા શોર્ટ ડ્રેસમાં થઇ સ્પોટ થઇ હતી

બચ્ચન પરિવારની યુરોપ વેકેશનની તસવીરો વાયરલ થઈ રહી છે. જો કે, વાયરલ થયેલા આ ફોટા તેમની કોરોના રોગચાળા પહેલાની યુરોપ હોલિડેના છે.

અભિષેક-એશ્વર્યાના લગ્ન બાદ બચ્ચન પરિવાર સાથે યુરોપ ગયો હતો.

સામેની તસવીરોમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય યુરોપની ગલીઓમાં ચાલતા નજરે પડે છે. એશ્વર્યા સફેદ અને વાદળી, ફ્લોરલ પ્રિન્ટમાં ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. તેણે તેના વાળ અડધા ટાઇ કર્યા અને હિલ્સ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો.

બીજી તરફ અભિષેક બચ્ચને ગ્રે ટ્રાઉઝર સાથે પિંક શર્ટ પહેર્યો હતો. તેની સાથે એક બેગ પણ હતી. એશ્વર્યા અને અભિષેક બંને સનગ્લાસ પહેરેલા જોવા મળ્યાં હતાં.

અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન ઘણીવાર રિલેશનશિપના ગોલ આપે છે અને તેમની તસવીરો અને વીડિયો વાયરલ થાય છે.

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ની સાથે યુરોપ કપલ ની વેકેશનની આ તસ્વીર ઈન્ટરનેટ પર છવાઈ રહી છે.

અન્ય એક તસવીરમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન જોવા મળી રહ્યા છે. તસવીર જોતાં લાગે છે કે આખો પરિવાર ખરીદી માટે ક્યાં જવુ તે નક્કી કરી રહ્યું હતું. બિગ બીએ વાદળી જીન્સ સાથે સફેદ શર્ટ પહેર્યો હતો જ્યારે જયા બચ્ચને સફેદ શોર્ટ કુર્તા, લાંબી સ્કર્ટ અને સ્કાર્ફ પહેર્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે બચ્ચન પરિવાર પર કોરોનાની ગાજ પણ પડી છે. અમિતાભ, અભિષેક, એશ્વર્યા અને તેમની પુત્રી આરાધ્યા કોરોના સંક્રમિત થયા હતા ફક્ત જયા બચ્ચન બચી શકી હતી.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *