આ બૉલીવુડ સિતારાઓ ના પિતા છે સામાન્ય વ્યક્તિ, જીવે છે ખુબજ સિમ્પલ જીવન

આ બૉલીવુડ સિતારાઓ ના પિતા છે સામાન્ય વ્યક્તિ, જીવે છે ખુબજ સિમ્પલ જીવન

ફિલ્મ ઉદ્યોગમાં ઘણા બધા સીતારાઓ છે, બધા જ તેમના પોતાના જીવન અનુસાર જીવન જીવે છે. તે અભિનેત્રી હોય કે અભિનેતા. આ દિવસોમાં, આ સીતારાઓ તેમની વૈભવી જીવન અને તેમના પરિવારને કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ આ સીતારાઓની શાનો-શૌકતથી વાકેફ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે નાના શહેરોના આ સેલેબ્સ દુનિયા પર રાજ કરે છે, પરંતુ તેમનો પરિવાર તેમના પિતા ફિલ્મ લાઇમલાઇટથી દૂર એક સામાન્ય જીવન જીવે છે. કોઈ પણ પ્રકારનો દેખાડો કરતો નથી. ચાલો તેમના વિશે જાણીએ.

બોલીવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા ને બધાજ સારી રીતે જાણે છે, કોઈ એક્ટ્રેસના રીતે તો કોઈ ભાભી ના રીતે. અનુષ્કાના પિતા અજયકુમાર શર્મા ફિલ્મના લાઈમલાઈટથી ઘણા દૂર છે. તમને જણાવી દઈએ કે અજયકુમાર શર્મા ભારતીય સૈન્યના નિવૃત્ત અધિકારી છે. અભિનેત્રીના પિતા નિવૃત્તિ પછી પત્ની સાથે સરળ જીવન જીવી રહ્યા છે.

બોલિવૂડની હોટ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝે બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું છે. અભિનેત્રીના પિતા, એલોરો ફર્નાન્ડિઝ, ખૂબ જ સરળતા સાથે તેનું જીવન જીવે છે. તમને જણાવી દઈએ કે જેકલીનનાં પિતા વ્યવસાયે મ્યુઝીશિયન છે.

બિપાશા બાસુએ અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. બિપાશા સિવિલ એન્જિનિયર અને સરળ જીવન જીવતા હિરક બાસુની પુત્રી છે.

બોલિવૂડની હોટ એક્ટ્રેસ દિશા પટાણી તેની અભિનયને કારણે ઘણી બધી હેડલાઇન્સ બનાવે છે પરંતુ તેના પિતા જગદીશ પટાણી, જે વીજળી નિગમમાં સીઓ વિજિલન્સના પદ પર છે અને સરળ જીવન જીવે છે.

દક્ષિણ અને બોલિવૂડ ફિલ્મ્સની અભિનેત્રી રકુલ પ્રિતસિંહે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રકુલ રાજેન્દ્રસિંહની પુત્રી છે, રકુલ પ્રીતસિંહના પિતા કર્નલ રહી ચુક્યા છે.

બોલીવુડની સફળ અભિનેત્રી કૃતિ સેનન પોતાની જાતે જ ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી ચૂકી છે . તેની પાસે ફિલ્મ બેક રાઉન્ડ પણ નથી. તેના પિતા રાહુલ સેનન છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમની પુત્રી ક્રિતી સુપરસ્ટાર બન્યા પછી પણ તે એક સરળ જીવનશૈલી જીવે છે.

કંગના રનૌત જેણે જાતે જ બોલિવૂડમાં પોતાને સ્થાપિત કરી છે. તેણીને ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને ચાર વખત ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેમના પિતાનું નામ અમરદીપ રનૌત છે, જે વ્યવસાયે ઉદ્યોગપતિ છે. આટલી મોટી અભિનેત્રીના પિતા હોવા છતાં અમરદીપ રનૌત મનાલીમાં તેના પરિવાર સાથે સાદગીભર્યું જીવન જીવે છે.

Gyan Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *